આ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ 26 ડિસેમ્બર 2019ના રોજ થવાનું છે, જે વલયાકાર હશે. એટલે કે આ ગ્રહણ સંપૂર્ણગ્રાસ નહીં પણ ખંડગ્રાસ સૂર્યગ્રહણ હશે. આ વર્ષની શરૂઆતમાં 6 જાન્યુઆરી અને 2 જુલાઈએ આંશિક સૂર્યગ્રહણ હતું.
પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયે જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે ભારતમાં સૂર્યોદય પછી આ વલયાત્મક સૂર્યગ્રહણ દેશના દક્ષિણ ભાગમાં કર્ણાટક, કેરળ અને તમિલનાડુના ભાગોમાં જોવા મળશે જ્યારે દેશના અન્ય ભાગોમાં તેને આંશિક સૂર્યગ્રહણ તરીકે જોઇ શકાશે.
ભારતીય સમય મુજબ આંશિક સૂર્યગ્રહણ સવારે આઠ વાગ્યે શરૂ થશે જ્યારે વાર્ષિક સૂર્યગ્રહણ સવારે 9.06 વાગ્યે શરૂ થશે. સૂર્યગ્રહણની અવસ્થા બપોરે 12.29 વાગ્યે સમાપ્ત થશે, જ્યારે ગ્રહણનો આંશિક તબક્કો બપોરે 1.36 વાગ્યે સમાપ્ત થશે.
આ ગ્રહણ દેશના દક્ષિણ ભાગમાં કેન્નાનોર, કોઈમ્બતુર, કોઝિકોડ, મદુરાઇ, મંગ્લોર, ઉટી, તિરુચિરાપલ્લી જેવા કેટલાક સ્થળોએથી પસાર થશે. ભારતમાં વાર્ષિક સૂર્યગ્રહણ સમયે લગભગ સૂર્યનો લગભગ 93 ટકા ભાગ ચંદ્રથી ઢંકાઇ જશે
સૂર્યનો વલયાકાર ગ્રહણ ભૂમધ્ રેખાની નજીક ઉતર ગોળાધમાં જોવા મળશે.
વલયાકાર સાઉદી અરેબિયા, કતાર, ઓમાન, સંયુક્ત અરબ અમીરાત, ભારત, શ્રીલંકાના ઉત્તરીય ભાગ, મલેશિયા, સિંગાપોર, સુમાત્રા અને બોર્નીયોથી પસાર થશે. આગામી સૂર્યગ્રહણ 21 જૂન 2020 ના રોજ ભારતમાં દેખાશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર