સુરતના અમરોલી વીરમાં રહેતો અને રીક્ષા ચલાવતો યુવાન કોરોના મહામારી વચ્ચે આર્થિક ભીંસમાં આવી જતા અને રૂપિયાની ઉગરની કરતા લોકોના થી કંટાળી મીટરનાંઘરે જઈને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે
સુરતનાં અમરોલી વિસ્તારમાં રહેતો અને રીક્ષા ચલાવતો યુવાને મિત્રના ઘરે જઇને જીવન ટૂંકાવ્યું છે. આપઘાત કરનાર યુવાન કોરોના મહામારી વચ્ચે આર્થિક ભીંસમાં આવી જતા અને રૂપિયાની ઉઘરાણી કરતા લોકોથી કંટાળીને આ અંતિમ પગલુ ભર્યું છે.
મૂળ ઉત્તરપ્રદેશનો વતની હાલ અમરોલીમાં વિસ્તારમાં કોસાડ રોડ પર મહાવીર નગર પાસે રહેતા અને રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચાલવતો અશોક યાદવ કોરોના મહામારીને કારણે છેલ્લા લાંબા સમયથી આર્થિક સંકડામણ અનુભવતો હતો. બપોરે ગોડાદરા વિસ્તારમાં આવેલા સુમન સૃષ્ટિ આવાસ પાસે સોમેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતા પોતાના મિત્ર મહેન્દ્રના ઘરે ગયો હતો. અશોકભાઈએ મહેન્દ્રને કહ્યું હતું કે, મારા ઘરે પૈસાની ઉઘરાણીવાળા આવે છે એટલે મને તમારે ત્યાં સૂઈ જવા દો.
જેથી તે મહેન્દ્ર ના ઘરે રોકાયો હતો અને તેમનો મિત્ર મહેન્દ્ર રાતપાળી નોકરીમાં ગયો હતો. તે સમયે આવેશમાં આવી જઈને અશોકે પંખા સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જોકે, મિત્ર રાતપાળીની નોકરી પતાવી ઘરે આવતા અશોક ગળે ફાંસો ખાઈને આપઘાત કરેલી હાલતમાં મળી આવ્યો હતો. આ જોઇને મિત્રએ તાત્કિલિક આ મામલે પોલીસને જાણકારી આપી હતી જેને કારણે પોલીસ બનાવવાળી જગ્યા પર દોડી આવી આ મામેલ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર