Home /News /samachar /

સુરતમાં લુખ્ખાઓ બેફામ! સુરીયા મરાઠી ગેંગે મનુ બારીયા ગેંગના યુવકને તલવારથી રહેંશી નાખ્યો

સુરતમાં લુખ્ખાઓ બેફામ! સુરીયા મરાઠી ગેંગે મનુ બારીયા ગેંગના યુવકને તલવારથી રહેંશી નાખ્યો

સુરતના વેડ રોડમાં ખેલાયો ખૂની ખેલ, મરાઠી ગેંગના લુખ્ખાઓ મનુ બારીયા ગેંગના બે ગુંડાઓ પર તલવારના ઘાં ઝીંકતા રહ્યા, હૉસ્પિટલમાં લોહીલુહાણ યુવકે દમ તોડ્યો!

સુરતના વેડ રોડમાં ખેલાયો ખૂની ખેલ, મરાઠી ગેંગના લુખ્ખાઓ મનુ બારીયા ગેંગના બે ગુંડાઓ પર તલવારના ઘાં ઝીંકતા રહ્યા, હૉસ્પિટલમાં લોહીલુહાણ યુવકે દમ તોડ્યો!

    સુરત : સુરતનો (surat) વેડરોડ (Ved road) વિસ્તારમાં ફરી એક વાર ગેંગવોર લઈને ચર્ચામાં આવ્યો છે. આ વિસ્તારમાં માથા ભારે સુરીયા મરાઠી ગેંગ (Surya Marathi gang) દ્વારા બે યુવાનો પર તલવારથી (Sword attack) ગતરોજ રાત્રે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં બે યુવાનને ગંભીર ઇજા થતા સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવતા એક યુવાનું કરુણ મોત થયું હતું. આ ઘટનાના સીસીટીવી સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. ગેંગવોરમાં સુરીયા મરાઠી ગેંગના સભ્યો યુવક પર તલવારના ઘા ઝીંકતા રહ્યા હતા ત્યારે રાહદારી પણ પસાર થતા જોવા મળ્યા હતા. જોકે, આખરે યુવકે લોહીના ખાબોચીયામાં દમ તોડી દીધો હતો.

    આ ચકચાકી ગેંગવોરની વિગત એવી છે કે સુરતનો વેડરોડ ગેંગવોરમાટે જાણીતો છે કારણકે આ વિસ્તરમાં રહેતો અને માથાભારેની છાપ ધરાવતો સુરીયા મરાઠી દ્વારા થોડા દિવસ થાયને તેના સાગરિતો આ વિસ્તાર ખૂલ્લેઆમ હથિયારો લઈને નીકળીને આંતક મચાવતા જોવા મળે છે.

    આ પણ વાંચો :  અમદાવાદ : દારૂના નશામાં ધૂત 4 મિત્રોએ મળી મિત્રની હત્યા કરી, નવા વર્ષેના પ્રારંભે ખૂની ખેલ ખેલાયો

    જોકે ફાઇનાસ અને જમીન પર ગેરકાયદે કાબજાને લઈને તેની છેલ્લા લાંબા સમયથી મનુ બારીયા ગૅંગ સાથે માથકૂટ ચાલે છે, ત્યારે ગતરોજ સુરીયાની ગેંગ ના 5 લોકોએ આવેશમાં આવીને જૂના ઝગડાની અદાવતમાં મનુ બારીયા ગેંગના બે યુવાનો પર હુમલો કરી હતો જેને લઈને બંને યુવાનને શરીરે ગંભીર ઇજા થતા નજીકની ખાનગી હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં પટેલ ચંદ્રકાંત મુકેશનું ટૂંકી સારવાર બાદ કરૂણ મોત નીપજ્યું હતું.

    આ પણ વાંચો :  સુરત : 3 TRB જવાન સહીત દારૂ પીધેલા 230 લોકો ઝડપાયા 

    ગેંગવોરના CCTV ફૂટેજ. લુખ્ખાઓએ ખુલ્લેઆમ તલવારથી હુમલો કરી યુવકને મોતને ઘાટ ઉતાર્યો




    મનુ બારીયાની હત્યાના આરોપ સબબ સુરીયો જેલમાં બંધ છે

    જોકે આ સમગ્ર ઘટનામાં સુરીયા ગેંગ દ્વારા મનુ બારીયાની બે વર્ષ પહેલાં હત્યા કરવામાં આવી હતી. આ હત્યાના ગુનામાં સુરીયો મરાઠી જેલમાં છે પણ જયારે જયારે જેલમાંથી બહાર આવે છે ત્યારે મનુ ગેંગના લોકો સાથે માથાફૂટ કરી હુમલા કરવામાં આવે છે . સુરીયો જેલમાં બેઠાબેઠા આ ગેંગ ઓપરેટ કરે છે.

    હાલમાંતો સુરીયા મરાઠી ગેંગ દ્વારા છાશવારે શહેરના રસ્તા પર ખુલ્લા હથિયાર સાથે ગેંગ વોર કરવાની અનેક ઘટના સામે આવી છે. અનેક વખત ખૂની ખેલ પણ આ વિસ્તારમાં ખેલાઈ ચુક્યા છે, પણ પોલીસ આ મામલે કોઈ ઠોસ કાર્યવાહી નથી કરતી જેને લઈને આ ગેંગનો આંતક દિવસેને દિવસે વધી રહ્યો છે. જોકે ગતરોજની ઘટના બાદ આખા વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો છે ત્યારે આ હત્યા કરનાર જીગ્નેશ મેવાડાની હત્યામાં સંડોવણી હોવાને લીધે પોલીસે તેના વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
    First published:

    આગામી સમાચાર