સુરત: ઉમરાથી ઉધના ડિવિઝન (Umra to Udhna Division) સુધીના વિસ્તારમાં ગુડઝ ટ્રેન કોરિડોર (Goods Train Corridor)નું જમીન સંપાદન ચાલી રહ્યું છે. ત્યારે ગતરોજ ખેડૂતના ઊભા પાક પર બુલડોઝર ફેરવી નાખવાની ઘટના બાદ આજે ખેડૂતો (Farmers) વિરોધ કરવા રસ્તા પર ઉતર્યાં હતાં. ખેડૂતોએ સ્થળ પર હાજર પોલીસ અને રેલવે અધિકારીઓ (Railway Officers)નો ઘેરાવ કરી ધરણા પર બેસી વિરોધ નોંધાવી રહ્યા છે. પોલીસ અધિકારીઓએ ખેડૂતોને એવી વાત કરી હતી કે જો કલેક્ટર કામગીરી અટકાવવાની પરમિશન આપશે તો અમે અહીંથી ચાલ્યા જઈશું, જે બાદમાં ખેડૂતો કલેક્ટરને મળવા માટે દોડી ગયા હતા.
સુરત જિલ્લામાં આવેલા ઉમરાથી ઉધના ડિવિઝન સુધીના વિસ્તારમાં ગુડઝ ટ્રેન કોરિડોરનું જમીન સંપાદન ચાલી રહ્યું છે. જમીન સંપાદનના વિરોધમાં ખેડૂતોએ ભાવ માટે સુપ્રીમ કોર્ટ સુધી લડત ચલાવી હતી.
સુપ્રીમ કોર્ટે ખેડૂતોને બજારભાવ પ્રમાણે રૂપિયા ચૂકવવા આદેશ કર્યો છે. જિલ્લા કલેક્ટર, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી લડત ચાલ્યા બાદ DFCC કંપનીએ કામગીરી શરૂ કરી છે, જેનો વિરોધ કરતાં ખેડૂતોએ કહ્યું હતું કે, અમને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન્સ પ્રમાણે બજારભાવ 15,700ની જગ્યાએ માત્ર 2,200થી 2,500 રૂપિયા આપવામાં આવી રહ્યા છે.
જોકે, રેલવે ઓથોરિટી દ્વારા જમીનો કબજો લેવા માટે ખેડૂતોના ઊભા પાક પર બુલડોઝર ફેરવીને નુકસાન કરવામાં આવ્યુ હતું. જેને લઈને આજે ખેડૂતો રસ્તા પર ઉતરી ગયા હતા અને વિરોધ શરુ કર્યો હતો. હાલ ખેડૂતોએ રેલવે-ટ્રેક બનાવવાની કામગીરી અટકાવી દીધી છે.
ખેડૂતોએ તેમના ખેતરોમાં જવાના રસ્તા પર વાહનો મૂકી રસ્તો બ્લોક કરી દીધો છે. ખેડૂતોની માગ છે કે સંપાદન કરનાર અધિકારીને સ્થળ પર બોલાવવામાં આવે તેમજ જમીન સંપાદન કર્યું છે તો પંચનામાની કોપી પણ આપો. કબજે લેતાં પહેલાં ખેડૂતોને જાણ કેમ નથી કરવામાં આવી? આ માંગને લઈને ખેડૂતોએ પોલીસ અને રેલવે અધિકારીઓનો ઘેરાવ કર્યો હતો.
આ પણ જુઓ-
" isDesktop="true" id="1037613" >
ઘેરાવની સાથે સાથે ખેડૂતોએ અહીં રામધૂન પણ બોલાવી હતી. જોકે, પોલીસની સમજાવટ બાદ ખેડૂતો કલેક્ટર ઓફિસ ખાતે રજુઆત કરવા માટે દોડી ગયા હતા. ખેડૂતોએ કોર્ટે નક્કી કરેલા રૂપિયા નહીં આપવામાં આવતા અને તેમના ઊભા પાક પર બુલડોઝર ફેરવી દેવામાં આવતા રેલવેના પાટા પાથરવાની કામગીરી અટકાવી દીધી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર