Home /News /samachar /

સનીએ હોટલનાં કિચનમાં બનાવ્યું ભોજન, એરપોર્ટ પર કર્યો ડાન્સ

સનીએ હોટલનાં કિચનમાં બનાવ્યું ભોજન, એરપોર્ટ પર કર્યો ડાન્સ

સની લિયોને હોટલ સ્ટાફનો આભાર માનતા લખ્યું છે, તમારા કિચનમાં મારા બાળકો માટે જમવાનું બનાવવા દેવા બદલ આપનો આભાર

સની લિયોને હોટલ સ્ટાફનો આભાર માનતા લખ્યું છે, તમારા કિચનમાં મારા બાળકો માટે જમવાનું બનાવવા દેવા બદલ આપનો આભાર

    સની લિયોન હાલમાં ટીવી રિયાલિટી શોનું શૂટિંગ કરી રહી છે. આ સમયે તે જે હોટલમાં રોકાયેલી છે તેનાં કિચનમાં સનીએ તેનાં બંને બાળકો નોહ અને અશહર માટે ભોજન બનાવ્યું હતું.


    હાલમાં જ સની લિયોને તેનાં સોશિયલ મીડિયા પેજ પર એક ફોટો શેર કર્યો હતો જેમાં તેણે લખ્યુ હતું કે તે બાળકો માટે જમવાનું બનાવી રહી છે, તેણે આ સાથે જ હોટલ સ્ટાફનો આભાર માન્યો હતો કે મને તમારા કિચનમાં બાળકો માટે જમવાનું બનાવવા દેવા બદલ આપનો આભાર મે નોહ અને અશહર માટે બનાના વ્હાઇટ પેનકેક અને એપ્પલ સોસ નબાવ્યો.


    સની તેની પર્સનલ અને પ્રોફેશનલ બંને લાઇફને ખુબજ સારી રીતે હેન્ડલ કરી રહી છે તે શૂટ પણ કરે છે અને સાથે સાથે બાળકોનું પણ ધ્યાન રાખે છે. જ્યારે મળે ત્યારે બાળકો અને પરિવાર સાથે સમય વિતાવે છે.


    એરપોર્ટ પર સ્પિટ્સવિલાની ટીમ અને બાળકો સાથે ડાન્સ કરતી સની લિયોન


    સનીએ જુલાઇ 2017માં મહારાષ્ટ્રનાં લાતૂરથી એક બાળકીને દત્તક લીધી હતી. જેનું નામ નિશા કૌર વેબર છે. નિશાને જ્યારે દત્તક લીધી ત્યારે તે 21 મહિનાની હતી. જે બાદ 4 માર્ચ 2018નાં સની અને ડેનિયલે સરગસી દ્વારા બે દીકરા નોહ અને અશહરને જન્મ આપ્યો.


    નિશાનાં પ્લે સ્કૂલમાં તોરણ બનાવા અને દીકરી સાથે સમય વિતાવવા ગઇ હતી સની


    નોહ, નિશા અને અશહરની તસવીરો સની અવાર નવાર શેર કરતી રહે છે.


    દીકરી નિશા સાથે બિચ પર સની


    પરિવાર સાથે સમય વિતાવવામાં માને છે સની


    આ તમામ તસવીરો સની લિયોનનાં ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે
    First published:

    આગામી સમાચાર