Home /News /samachar /

Coronavirus: સુનીલ ગાવસ્કરે આપ્યા લાખો રુપિયા, પૂજારા પણ મદદ માટે આગળ આવ્યો

Coronavirus: સુનીલ ગાવસ્કરે આપ્યા લાખો રુપિયા, પૂજારા પણ મદદ માટે આગળ આવ્યો

કોરોના વાયરસ (CoronaVirus)સામે જંગમાં સ્પોર્ટ્સ સ્ટાર આર્થિક મદદ કરી રહ્યા છે

કોરોના વાયરસ (CoronaVirus)સામે જંગમાં સ્પોર્ટ્સ સ્ટાર આર્થિક મદદ કરી રહ્યા છે

    નવી દિલ્હી : કોરોના વાયરસ (CoronaVirus)સામે જંગમાં સતત સ્પોર્ટ્સ સ્ટાર આર્થિક મદદ કરી રહ્યા છે. હવે ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે (Sunil Gavaskar)પણ દાન કર્યું છે. રિપોર્ટ પ્રમાણે ગાવસ્કરે 59 લાખ રુપિયા દાન આપ્યા છે. જ્યારે ટીમ ઇન્ડિયાના ટેસ્ટ સ્પેશ્યાલિસ્ટ ચેતેશ્વર પૂજારાએ (Cheteshwar Pujara) પણ આર્થિક મદદ કરી છે. જોકે તેની રકમનો ખુલાસો થયો નથી.

    સુનીલ ગાવસ્કરે પોતે દાનની રકમનો ખુલાસો કર્યો ન હતો પણ તેની નજીકના સૂત્રોએ કહ્યું છે કે આ દિગ્ગજે 59 લાખ રુપિયા દાનમાં આપ્યા છે. મુંબઈના પૂર્વ કેપ્ટન અમોલ મજૂમદારે પણ ટ્વિટ કરીને આ વાત બતાવી હતી. મજૂમદારે ટ્વિટ કરીને લખ્યું હતું કે સાંભળ્યું છે કે સુનીલ મનોહર ગાવસ્કરે રિલીફ ફંડમાં 59 લાખ રુપિયા દાન આપ્યા છે. 35 લાખ તેમણે પીએમ કેયર ફંડમાં દાન આપ્યા છે અને 24 લાખ રુપિયા મહારાષ્ટ્ર સીએમ કોષમાં આપ્યા છે.

    આ પણ વાંચો - માઇકલ ક્લાર્કે કહ્યું - IPLમાં રમવા માટે કોહલીની ચમચાગિરી કરે છે ઓસ્ટ્રેલિયાના ખેલાડી

    મુંબઈના પૂર્વ કેપ્ટન અમોલ મજૂમદારે પણ ટ્વિટ કરીને આ વાત બતાવી હ


    ચેતેશ્વર પૂજારાએ કેટલા રુપિયા દાનમાં આપ્યા છે તેનો ખુલાસો હજુ સુધી થયો નથી. જોકે પૂજારાએ કોરોના વાયરસ સામે જંગ લડી રહેલા ડોક્ટર, મેડિકલ સ્ટાફ, પોલીસ અને સફાઇ કર્મીઓનો આભાર માન્યો છે. તેણે કહ્યું હતું કે મારા પરિવાર અને મેં કેયર્સ ફંડ અને ગુજરાતના મુખ્યમંત્રીના રાહત કોષમાં પોતાની તરફથી થોડું યોગદાન આપ્યું છે, આશા છે કે તમે પણ આવું કરશો. દરેકનું યોગદાન જરુરી છે તો ચાલો આપણે બધા પોતાની તરફથી થોડું યોગદાન કરીએ અને મળીને નિશ્ચિત રીતે તેમાંથી બહાર આવી જશું.

    ભારતીય ક્રિકેટર્સની વાત કરવામાં આવે તો સચિન તેંડુલકરે 50 લાખ, સૌરવ ગાંગુલીએ 50 લાખ, યુવરાજ સિંહે 50 લાખ રુપિયા દાન આપ્યા છે. રૈનાએ 52 લાખ, વિરાટ કોહલીએ 3 કરોડ રુપિયા, રોહિત શર્માએ 75 લાખ રુપિયા દાન આપ્યા છે. બીસીસીઆઈએ 50 કરોડ રુપિયા દાન આપ્યા છે.
    First published:

    આગામી સમાચાર