Home /News /samachar /

પરીક્ષાર્થીઓનો આક્રોશ, 'અમે બોલી બોલીને થાકી ગયા છીએ, હવે તો સરકાર કંઈક બોલે'

પરીક્ષાર્થીઓનો આક્રોશ, 'અમે બોલી બોલીને થાકી ગયા છીએ, હવે તો સરકાર કંઈક બોલે'

સરકાર તરફથી પરીક્ષા રદ કરવાની જાહેરાત ન કરવામાં આવતા પરીક્ષાર્થીઓએ આક્રોશ ઠાલવ્યો હતો કે હવે અમે બોલી બોલીની થાકી ગયા છીએ.

સરકાર તરફથી પરીક્ષા રદ કરવાની જાહેરાત ન કરવામાં આવતા પરીક્ષાર્થીઓએ આક્રોશ ઠાલવ્યો હતો કે હવે અમે બોલી બોલીની થાકી ગયા છીએ.

  ન્યૂઝ18 ગુજરાતી : ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી લેવામાં આવેલી બિનસચિવાલય ક્લર્ક પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપ સાથે બે દિવસથી હજારો પરીક્ષાર્થીઓ ગાંધીનગરના રસ્તાઓ પર આંદોલન કરી રહ્યા છે. બુધવારે ગાંધીનગર ખાતે પરીક્ષાર્થીઓ એકઠા થયા હતા. વિદ્યાર્થીઓએ બુધવારની રાત પણ ગાંધીનગરના રસ્તાઓ પર જ વિતાવી હતી. ગુરુવારે સવારથી જ પરીક્ષાર્થીઓએ પોતાનું આંદોલન શરૂ કરી દીધું હતું. સરકાર તરફથી પરીક્ષા રદ કરવાની જાહેરાત ન કરવામાં આવતા પરીક્ષાર્થીઓએ આક્રોશ ઠાલવ્યો હતો કે હવે અમે બોલી બોલીની થાકી ગયા છીએ. અમે સરકાર પાસેથી સારા પ્રત્યુતરની રાહ જોઈ રહ્યા છીએ. વિરોધ વચ્ચે પરીક્ષાર્થીઓએ ન્યૂઝ18 ગુજરાતી સમક્ષ ઠાલવેલી પોતાની વ્યથી રજૂ કરી રહ્યા છીએ.


  "અમે બુધવારે સવારે 10 વાગ્યાના ગાંધીનગરમાં ભટક્યાં કરીએ છીએ. અમે ભાજપ કે કૉંગ્રેસ સાથે નહીં પરંતુ યુવરાજભાઈ સાથે છીએ. આખી રાત અમે ઠંડીમાં બેસી રહ્યા હતા ત્યારે હાર્દિક પટેલ કે કોઈ નેતા અમને જોવા અહીં આવ્યા ન હતા. અમે જમ્યા પણ નથી. આજે સવારે વિરોધ જોઈને આ લોકો અહીં આવી રહ્યા છે. અમારે પરીક્ષા રદ કરાવવી છે."


  "આ આંદોલન વિદ્યાર્થીઓનું છે. વિદ્યાર્થીઓ માટે તમામ લોકોએ લડવાનું છે. અહીં કોઈ પક્ષ ન હોવો જોઈએ. વિદ્યાર્થી તરીકે આપણો હક્ક લેવાનો છે. સીએમ વિજય રૂપાણી સાહેબ અને આસિત વોરા સાહેબ આ મામલે તપાસ કરાવે અને તેમાં વિદ્યાર્થી આગેવાનને રાખે તો અમે આંદોલન સમાપ્ત કરવા તૈયાર છીએ."


  "અમે આખી રાત રસ્તા પર કાઢી હતી. આ સમયે આ નેતાઓએ અહીં આવવાની જરૂર હતી. રાત્રે કોઈ લોકોએ અહીં મુલાકાત નથી લીધી. અમે લોકો ત્રણ ટંકથી જમ્યા નથી. કોઈને અમારી પડી નથી. અમે બહું બોલી લીધું છે. હવે અમે સરકાર પાસેથી જવાબની આશા રાખીએ છીએ. એ કહેશે તો અમે મૌન રહેવા પણ તૈયાર છીએ. પરંતુ સરકાર કંઈક બોલે. "


  "અમે ગઈકાલના પરેશાન થઈ રહ્યા છીએ. બોલી બોલીને અમારા મોઢામાંથી હવે શબ્દો નથી નીકળી રહ્યા. હવે તો સરકાર જાગે. એવું તો શું કારણ છે કે સરકાર અમારી સાથે નથી આવી રહી."


  "અમે અમારા હક્કની વાત કરી રહ્યા છીએ. બે દિવસ છતાં અમને કોઈ જવાબ નથી મળી રહ્યો."
  First published:

  આગામી સમાચાર