Home /News /samachar /

5 Unknown હનીમૂન ડેસ્ટિનેશન, જ્યાં તમે માણી શકો છો લગ્નજીવનની તે ખાસ પળો

5 Unknown હનીમૂન ડેસ્ટિનેશન, જ્યાં તમે માણી શકો છો લગ્નજીવનની તે ખાસ પળો

જો તમે કોઇ નવી જગ્યાએ હનીમૂન માટે જવા માંગો છો તો આ લેખ તમારા માટે છે.

જો તમે કોઇ નવી જગ્યાએ હનીમૂન માટે જવા માંગો છો તો આ લેખ તમારા માટે છે.

    હાલ લગ્નગાળો ચાલી રહ્યો છે. ત્યારે કપલ્સ હનીમૂનનું દમદાર પ્લાનિંગ કરી રહ્યા છે. દરેક કપલ્સના જીવનમાં હનીમૂનનો સમય ખાસ હોય છે. લગ્ન પછી હનીમૂનનો તે ખાસ સમય વર્ષો સુધી યાદ રહે છે. ત્યારે ભારતમાં શિમલા, મસૂરી, ગોવા જેવા અનેક હનીમૂન ડેસ્ટિનેશન છે જ્યાં તમે જઇ શકો છો. પણ જો તમે કોઇ નવી જગ્યાએ હનીમૂન માટે જવા માંગો છો તો આ લેખ તમારા માટે છે.


    મહારાષ્ટ્રનું તારકરલી
    તારકરલીમાં સમુદ્ર તટો ખૂબ જ સુંદર છે. અહીં પાણી બિલકુલ સાફ છે. કપલ્સ અહીં ડાઇવિંગ અને અનેક બીજા કલરફુલ અંડરવોટર એડવેન્ચર માણી શકે છે. અહીં તમને snorkelling, scuba diving, dolphin spottingથી લઇને Paragliding એક્ટિવિટી કરવા મળશે. સાથે જ સિંઘદુર્ગ ફોર્ટ પણ જઇ શકો છો.


    અસમનું હાફલોંગ
    પૂર્વોત્તર રાજ્યોમાં દૂર દૂર સુધી સુંદર લીલાછમ વાતાવરણને જોવાની મજા તમે માણી શકો છો. અસમના હાફલોંગમાં તમને વાદળી આકાશ અને જમીન પર રંગબેરંગી ફૂલો અને લીલોત્રી અલ્હાદક લાગશે. આ શાંત જગ્યા છે સાથે જ તમે સ્થાનીક વ્યજંન માણી શકશો. સાથે શોપિંગની પણ તમને મજા આવશે.


    કર્ણાટકનું હંપી
    જો તમને ઇતિહાસમાં રૂચી હોય હંપી તમારા માટે ખાસ જગ્યા રહેશે. તુંગભદ્ર નદીના કિનારે આવેલ હંપી યુનેસ્કોમાં વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે સમાવિષ્ટ છે. અહીં જૂના સમયના મંદિરો અને કોતરણી છે.


    કેરળનું વાયનાડ
    કેરળ કોઇ પણ કપલ માટે શ્રેષ્ઠ હનીમૂન ડેસ્ટીનેશન બની શકે છે. વાયનાડ, બેકલ શાંત અને સુંદર વિસ્તારો છો. જ્યાં તમે પ્રાકૃતિની સાથે સમય વ્યતિત કરી શકો છો. વળી અહીં હરવા ફરવા માટે બહુ બધી વસ્તુઓ છે.


    તમિલનાડુનું અન્નામલાઇ
    જો તમને જંગલોમાં ફરવું ગમે છે તો અન્નામલાઇ, પરમબિકુલમ અને વાલપરાઇમાં ખરેખરમાં મજા આવશે. સાથે અહીં વાઇલ્ડ લાઇફ સેન્ચ્યૂરી પણ છે. વાલપરાઇમાં જંગલ, ટાઇગર રિઝર્વ સેન્ટરમાં તમે પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે હનીમૂનનો ખાસ સમય પસાર કરી શકો છો.
    First published:

    આગામી સમાચાર