નવી દિલ્હી : હોળી (Holi 2020) રમતી વખતે લોકો પોતાના ખિસ્સામાં રાખેલી ચલણી નોટોનું ધ્યાન નથી રાખતા, જેના કારણે નોટો પર રંગ લાગી જાય છે કે પછી ગંદી થઈ જાય છે. રંગ લાગેલી નોટોને બજારમાં ચલાવવાની મુશ્કેલી થાય છે, કારણ કે મોટાભાગના દુકાનદાર (Shopkeepers) આવી નોટો લેવાનો ઇન્કાર કરી દે છે. મૂળે લોકોને આશંકા હોય છે કે આ નોટ ચાલશે નહીં. જો તમારી પાસે પણ રંગ લાગેલી નોટો છે કે પછી કોઈ નોટ ફાટી ગઈ છે, તો તમે આ નોટોને સરળતાથી બેંક (Bank)માં જમા કરાવીને બદલી શકો છો. કોઈ પણ બેંક આ નોટોને બદલવાથી ઇન્કાર ન કરી શકે. જોકે, જો તમે નોટોને લઈને કેટલીક વાતોનું ધ્યાન ન રાખ્યું તો આપની 500 અને 2000 રૂપિયાની નોટ પણ રદ થઈ શકે છે.
અમે નકલી નોટોની વાત નથી કરી રહ્યા. આપની પાસે આ નોટ એકદમ નવી અને અસલી હશે. તેને ભારતીય રિઝર્વ બેંક (Reserve Bank of India)એ જાહેર કરી હશે, પરંતુ એક ભૂલ તેને રદ કરાવી દેશે. ભારતીય રિઝર્વ બેંક (RBI)એ વર્ષ 2017માં એક સકર્યુલર બહાર પાડ્યો હતો. આ સકર્યુલર એ વિશે હતો કે બેંક કઈ નોટોનો સ્વીકાર કરી શકે છે અને કઈ નહીં. સકર્યુલર મુજબ, જો કોઈ પણ નોટ પર કોઈ રાજકીય સ્લોગન લખેલું હોય, તો આ નોટ અસ્વીકાર્ય હશે. તેને કોઈ પણ બેંક માન્ય નહીં કરે. આરબીઆઈએ પોતાના સકર્યુલરમાં સ્પષ્ટ કર્યું છે કે આવી નોટ ટેન્ડર નહીં રહે. એનો મતલબ એ છે કે આવી નોટ દેશની કોઈ પણ બેંક માન્ય નહીં કરે. તે પૂરી રીતે રદ થઈ જશે. પછી તેની વેલ્યૂ ગમે તે હોયે
રંગાયેલી નોટો
ભારતીય રિઝર્વ બેંક મુજબ, કોઈ પણ બેંક રંગાયેલી નોટોને લેવાથી ઇન્કાર ન શકી શકે. જોકે તેની સાથે જ RBIએ લોકોને સૂચન કર્યું છે કે આ નોટોને ગંદી ન કરો.
જાણી જોઈને ફાડવામાં આવેલી નોટ
સકર્યુલરમાં કહેવામાં આવ્યું છે કે બેંક આવી કોઈ પણ નોટનો સ્વીકાર ન કરે, જે જાણી જોઈને ફાડવમાં આવી હોય. આરબીઆઈનું કહેવું છે કે, આમ તો જાણી જોઈને ફાડવામાં આવેલી નોટોની ઓળખ મુશ્કેલ છે, પરંતુ જો ફાટેલા નોટોને ધ્યાનથી જોવામાં આવે તો ખબર પડી શકે છે.
જો તમારી પાસેની નોટ મેલી થઈ ગઈ છે કે પછી ફાટી ગઈ છે, પરંતુ તેની પર તમામ જરૂરી જાણકારી વાંચી શકાય છે તો બેંક આવી નોટને બદલવાથી ઇન્કાર ન કરી શકે. સકર્યુલર મુજબ બેંકોને એવી પણ નોટ બદલવી પડશે જે બે ટુકડામાં ફાટેલી હશે. પરંતુ નોટો પર જરુરી જાણકારી હોવી જોઈએ. બેંકોને તે નોટોનો પણ સ્વીકાર કરવો પડશે જે ચોંટાડેલી હોય.