Home /News /samachar /સિયાચીનમાં 19 હજાર ફૂટની ઊંચાઈ પર હિમસ્ખલન, 4 જવાન સહિત 6નાં મોત

સિયાચીનમાં 19 હજાર ફૂટની ઊંચાઈ પર હિમસ્ખલન, 4 જવાન સહિત 6નાં મોત

ભારતીય સેનાના 6 લોકો, જેમાં 4 જવાન અને 2 કુલીના મોત થયા છે.

ભારતીય સેનાના 6 લોકો, જેમાં 4 જવાન અને 2 કુલીના મોત થયા છે.

    સિયાચીનમાં એક હિમસ્ખલનની ઝપેટમાં સેનાના જવાનો પણ આવી ગયા છે. સોમવારે સિયાચિન ગ્લેશિયર પર થયેલી આ દુર્ઘટનામાં બરફમાં દબાવાથી 4 જવાનો સહિત 6 લોકોનાં મોત થયા છે. ભારતીય સેનાના 6 લોકો, જેમાં 4 જવાન અને 2 કુલીનાં મોત થયા છે. 19000 ફૂટની ઊંચાઈ પર થયેલી આ દુર્ઘટના બાદ તુરંત બચાવદળ ત્યાં પહોંચી ગયું હતું.

    સેનાના અધિકારીઓએ જણાવ્યું કે, જે વિસ્તારમાં આ દુર્ઘટના થઈ, તે જગ્યા 19000 ફૂટથી વધારે ઊંચાઈ પર છે. આ ઘટના લગભગ 3.30 કલાકની આસપાસની છે, જ્યારે આ જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે સમયે અચાનક ગ્લેશીયર દુર્ઘટના સર્જાઈ હતી.

    પ્રાપ્ત માહિતી અનુસાર, બચાવ ટીમે તોફાનમાં ફસાયેલા 8 સભ્યોને બહાર કાઢ્યા હતા, જેમાં 4 સૈનિકો સારવાર દરમિયાન શહીદ થયા હતા. મૃતકોમાં બે સ્થાનિક લોકો પણ છે. હાલમાં પણ 7 લોકોની હાલત અત્યંત ગંભીર છે, જેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. બર્ફીલા તોફાન ઉત્તરી ગ્લેશિયર પર આવ્યું હતું. જ્યાંની ઉંચાઈ લગભગ 18,000 ફુટ અને તેથી વધુ છે. બર્ફીલા તોફાનનો સામનો કરવો પડ્યો હતો તે સૈનિકો પેટ્રોલિંગ પાર્ટીનો ભાગ હતા. તેમાં 8 જવાન હતા અને જ્યારે બર્ફીલા તોફાન આવ્યા ત્યારે તેઓ ઉત્તરી ગ્લેશિયરમાં હાજર હતા.

    આ વર્ષે ફેબ્રુઆરીમાં જમ્મુ-કાશ્મીરના ઉત્તરીય ક્ષેત્રમાં કુપવાડા જિલ્લામાં ભારે હિમપ્રપાત થયો હતો. માછિલ સેક્ટરમાં આર્મી ચોકી પણ તેની ઝપેટમાં આવી હતી. જેના કારણે 3 સૈનિકો શહીદ થયા અને એક ઘાયલ થયો હતો. આ સિવાય જાન્યુઆરીમાં લેહ લડાખમાં બરફના તોફાન અને બરફવર્ષાના કારણે ખારદુંગલા પાસ નજીક ઘણા વાહનો દફનાવાઈ ગયા હતા. 10 પ્રવાસીઓ પણ બરફની ઝપેટમાં આવ્યા હતા.
    First published:

    विज्ञापन