ચંદીગઢ : કાશ્મીર ઘાટીમાં મંગળવારે બરફના તોફાન અને હિમસ્ખલન (Avalanche)ની ત્રણ ઘટનાઓમાં સેના અને સીમા સુરક્ષા દળના 6 જવાન શહીદ (Martyr) થયા હતા. આ જવાનોમાં એક ગુરદાસપુરના ગામ સિદ્ધપુર નવા પિંડના હતા. શહીદ જવાનના લગ્ન લગભગ એક વર્ષ પહેલા જ થયા હતા અને બે મહિના પહેલા જ તેમના ઘરે દીકરીનો જન્મ થયો હતો.
જવાન પોતાની દીકરીનો ચહેરો જોયા વગર જ દેશ માટે શહીદ થઈ ગયા. શહીદ જવાન જમ્મુ-કાશ્મીરમાં કુપવાડા જિલ્લાના માછિલ-ઉરી સેક્ટરમાં તૈનાત હતા. 26 વર્ષીય રંજીત સિંહ સલારિયા 45મી રાષ્ટ્રીય રાઇફલ્સમાં સિપાહી હતા.
સિપાહી રંજીત સલારિયા (Sipahi Ranjit Singh Salariya)ના ગયા વર્ષે 26 જાન્યુઆરીના રોજ લગ્ન થયા હતા અને ડિસેમ્બર મહિનામાં તેમના ઘરે એક દીકરીનો જન્મ થયો હતો. દીકરીનું નામ પરી રાખવામાં આવ્યું છે.
શહીદ જવાનના પિતા હરબંસ સિંહે જણાવ્યું કે, મંગળવાર સાંજે તેમને ફોન આવ્યો હતો કે આપના દીકરાનું બરફમાં ફસાઈ જવાથી મોત થયું છે. તેઓએ જણાવ્યું કે, શહદી જવાન તેમનો એકમાત્ર સહારો હતા. બીજો દીકરો મંદબુદ્ધિ છે.
બીજી તરફ, જવાનના શહીદ થવાની જાણ થતાં જ પરિજનો ઘેરા આઘાતમાં છે. સમગ્ર ગામમાં શોકનો માહોલ છે. પિતાએ દીકરાને યાદ કરતાં કહ્યું કે મારા દીકરાના ગયા વર્ષે જ લગ્ન થયા હતા. તેને થોડાક મહિનાની દીકરી પરી છે.
શહીદનો પાર્થિવ દેશ બુધવાર સાંજે સિદ્ધપુર, નવા પિંડ પહોંચ્યો, જ્યાં પૂરા સન્માનથી તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર