અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું (siddharth shukla) 2 સપ્ટેમ્બરના રોજ હાર્ટ એટેકને (heart attack) કારણે નિધન થયું હતું. સિદ્ધાર્થ શુક્લા રાત્રે કોઈ દવા લઈને સૂતો હતો તેવું કહેવય છે. મુંબઇની કૂપર હોસ્પિટલના જણાવ્યા અનુસાર હાર્ટ એટેકને કારણે તેનું મોત થયું હતું. નિષ્ણાંતોના મત મુજબ હાર્ટ ફેલિયર મોટાભાગે રાત્રે થાય છે. શ્વાસ લેવામાં તકલીફને કારણે વ્યક્તિ અડધી રાત પછી અચાનક જાગે છે અને તાજી હવાની શોધમાં બારીઓ વગેરે ખોલીને શ્વાસ લેવાનો પ્રયત્ન કરે છે. તેને પીએનડી (પેરોક્સિઝમલ નોકટરનલ ડિસ્પેનોઆ) કહેવામાં આવે છે. આ સ્થિતિમાં દર્દીને હાર્ટ એટેકની જાણ હોતી નથી. જેને સાઈલન્ટ હાર્ટ એટેક (Silent Heart Attack) પણ કહેવાય છે.
આંકડા મુજબ કુલ હાર્ટ એટેકમાં 45 ટકા હાર્ટ એટેક સાઈલન્ટ હોય છે. સાયલન્ટ હાર્ટ એટેકના લક્ષણો દેખાતા નથી અને જે લક્ષણો દેખાય છે તે લોકોના ધ્યાનમાં પણ આવતા નથી. આ બેદરકારીને કારણે જીવ જોખમમાં મુકાય છે. જો તમે મોટી મુશ્કેલીથી બચવા માંગો છો, તો નાના લક્ષણોને અવગણશો નહીં. તેમને ઓળખો. તો ચાલો જાણીએ સાયલન્ટ હાર્ટ એટેક શું છે અને તેને કેવી રીતે ઓળખી શકાય.
સાયલન્ટ હાર્ટ એટેકના લક્ષણોની શા માટે અવગણના થાય છે?
સામાન્ય હાર્ટ એટેકમાં છાતીમાં દુઃખાવો અને દબાણ અનુભવાય છે. હાથ, ગળા અને જડબામાં પણ દુઃખાવો થાય છે. વ્યક્તિને ખૂબ પરસેવો વળે છે. જ્યારે સાયલન્ટ હાર્ટ એટેકમાં લક્ષણ હળવા હોય છે. આવા કેસમાં દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. પણ ઘણી વખત દર્દીઓ આ પીડાને ગેસની તકલીફ સમજી ટાળી દે છે. જેના કારણે ગંભીર સ્થિતિ ઉભી થઇ શકે છે. વિશ્વભરમાં લાખો લોકો સાયલન્ટ હાર્ટ એટેકનો શિકાર બને છે. આવા લોકોમાં ગંભીર હાર્ટ એટેકનું અને મૃત્યુનું જોખમ પણ વધારે છે. સાયલન્ટ હાર્ટ એટેકમાં હૃદય લાંબો સમય પીડાય છે. લોહીનો પ્રવાહ અટકી જાય છે. જેના કારણે ગંભીર નુકસાન થાય છે.
છાતીમાં ભારેપણું, શરીરમાં નબળાઇ અને છાતીમાં બળતરા જેવા સામાન્ય લક્ષણો હોવા છતાં પણ તમે સાયલન્ટ હાર્ટ એટેકનો શિકાર બની શકો છો. તેથી જ કહેવાય છે કે, છાતીમાં બળતરા અને ભારેપણું ક્યારેય અવગણવું જોઈએ નહીં.
2. હાથ, કમર, ગરદન અને પેટમાં દુઃખાવો
હાર્ટ એટેકને કારણે દુ:ખાવો હાથ સુધી પહોંચે છે. જે હાર્ટ એટેકનું લક્ષણ છે. જો છાતીમાં દુ:ખાવો આખા હાથમાં ફેલાવા લાગે તો તરત જ ડોક્ટરને બતાવો. કમર, ગરદન અને પેટમાં પણ દુઃખાવો થઈ શકે છે. લક્ષણો વ્યક્તિ મુજબ અલગ અલગ હોય શકે છે. શરીરને દોરડાંથી બાંધી દીધું હોય તેમ પીઠનો દુઃખાવો થાય છે.
3. શ્વાસ લેવામાં તકલીફ અને અકળામણ
ઘણું બધું દોડ્યા હોય તેવો થાક અનુભવાય છે. હૃદય શરીરમાં ઓક્સિજનયુક્ત લોહી પમ્પ કરવામાં અસમર્થ હોવાને કારણે આવું થઈ શકે છે. છાતીમાં અકળામણ, શ્વાસની તકલીફ જેવા લક્ષણો સાયલન્ટ હાર્ટ એટેકનું સામાન્ય લક્ષણ છે. એ જ રીતે, ચક્કર આવવા અથવા બેભાન થઈ જવા જેવું અનુભવાય તો પણ ચેતી જવું જોઈએ.
4. મહિલાઓ વધુ થાય છે શિકાર
સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે, છાતીમાં દુ:ખાવો વગર હાર્ટ એટેકના કિસ્સાઓ મહિલાઓમાં વધુ જોવા મળે છે. જેના કારણે તેમને મોડેથી તબીબી સારવાર મળે છે અને તેમની બચવાની સંભાવના ઘટે છે. આ બાબતનો તાગ મેળવવા કેનેડાના સંશોધકોએ 305 દર્દીઓનો અભ્યાસ કર્યો હતો.
5. સરળ કામ પણ મુશ્કેલ લાગે
સાયલન્ટ હાર્ટ એટેકના કેસમાં ચાલવું, રસોઈ કરવી જેવા સરળ કામ મુશ્કેલ લાગે છે.
અમુક લોકો સૂતી વખતે ઉબકા અને ઠંડા પરસેવા જેવા લક્ષણોનો પણ ભોગ બની શકે છે. જેના કારણે તેઓ જાગી જાય છે. ફલૂને ચેપમાં પણ આવું જોવા મળે છે. જેથી આવા લક્ષણોને લોકો ગણકારતા નથી. જેથી આવા કિસ્સામાં ચેતીને રહેવું જરૂરી છે.
ઉલ્લેખનીય છે કે, સાયલન્ટ હાર્ટ એટેકથી બચવા માટે પ્રિવેન્શન સૌથી મોટો ઇલાજ છે. જેથી સમયાંતરે બ્લડ પ્રેશર ચેક કરવું અને કોલેસ્ટ્રોલ લેવલ પર નજર નાખવી જોઈએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર