Home /News /samachar /

'ઠાકરે અને મોદી ભાઈ-ભાઈ' : મહારાષ્ટ્રમાં સરકાર બનતાં જ શિવસેનાએ વડાપ્રધાનના વખાણ કર્યા

'ઠાકરે અને મોદી ભાઈ-ભાઈ' : મહારાષ્ટ્રમાં સરકાર બનતાં જ શિવસેનાએ વડાપ્રધાનના વખાણ કર્યા

'મહારાષ્ટ્રની જનતાએ જે નિર્ણય લીધો છે, દિલ્હી તેનું સન્માન કરે અને સરકારની સ્થિરતા ન ડગે, તેનું ધ્યાન રાખે'

'મહારાષ્ટ્રની જનતાએ જે નિર્ણય લીધો છે, દિલ્હી તેનું સન્માન કરે અને સરકારની સ્થિરતા ન ડગે, તેનું ધ્યાન રાખે'

  મુંબઈ : મહારાષ્ટ્રમાં નવી સરકારની રચના થઈ ગઈ છે. શિવસેના, એનસીપી-કૉંગ્રેસનું ગઠબંધન 'મહારાષ્ટ્ર વિકાસ અઘાડી મોર્ચા'ના નેતા અને શિવસેના પ્રુમખ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ ગુરુવારે મુખ્યમંત્રી પદના શપથ લીધા. એવું લાગી રહ્યું છે કે સત્તામાં આવ્યા બાદ શિવસેના (Shiv Sena)નો મિજાજ બદલાઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસોથી શિવસેનાના મુખપત્ર સામનમાં દરરોજ બીજેપી અને મોદી સરકારી ટીકા કરવામાં આવી રહી હતી, પરંતુ આજે સામનાના સંપાદકીયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના ખૂબ વખાણ કરવામાં આવ્યા છે. અખબારમાં લખવામાં આવ્યું છે કે, 'ઉદ્ધવ ઠાકરે અને નરેન્દ્ર મોદી ભાઈ-ભાઈ છે.'

  વડાપ્રધાન મોદીના વખાણ

  સામનાએ પીએમ મોદીના વખાણ કરતાં લખ્યું કે, મહારાષ્ટ્રની રાજનીતિમાં બીજેપી-શિવસેનામાં અબોલા છે, પરંતુ નરેન્દ્ર મોદી અને ઉદ્ધવ ઠાકરેના સંબંધ ભાઈ-ભાઈના છે. તેથી મહારાષ્ટ્રના નાના ભાઈને વડાપ્રધાનના રૂપે સાથ આપવાની જવાબદારી મોદીની છે. વડાપ્રધાન સમગ્ર દેશના હોય છે, માત્ર એક પાર્ટીના નથી હોતા.

  નોંધનીય છે કે, ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શપથ ગ્રહણમાં સામેલ થવા માટે આમંત્રણ પણ મોકલ્યું હતું. ઉદ્ધવ ઠાકરેએ જાતે પીએમ મોદીને ફોન કર્યો હતો. જોકે, પીએમ મોદીએ આવવામાં અસમર્થતા વ્યક્ત કરતાં ફોન પર જ ઉદ્ધવ ઠાકરેને શુભેચ્છાઓ પાઠવી હતી.

  મોદી સરકારથી સહયોગની આશા

  સામનામાં વધુમાં લખવામાં આવ્યું છે કે, વડાપ્રધાન મોદીએ નવી સરકાર અને મુખ્યમંત્રીને શુભેચ્છાઓ આપી છે. અમારી વડાપ્રધાને સ્પષ્ટ કર્યું છે કે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં મહારાષ્ટ્ર (Maharashtra)નો વિકાસ તીવ્ર ગતિથી થશે. તેના માટે કેન્દ્રની નીતિ સહયોગવાળી હોવી જોઈએ.

  સરકાર પડવાનો ડર!

  શિવસેનાને ક્યાંકને ક્યાં સરકાર પડવાનો પણ ડરી સતાવી રહ્યો છે. સામાનામાં લખવામાં આવ્યું છે કે, મહારાષ્ટ્રની જનતાએ જે નિર્ણય લીધો છે, દિલ્હી તેનું સન્માન કરે અને સરકારની સ્થિરતા ન ડગે, તેનું ધ્યાન રાખે. દિલ્હીના દરબારમાં મહારાષ્ટ્ર ચોથી-પાંચમી લાઇનમાં નહીં ઊભું રહે પરંતુ આગળ રહીને જ કામ કરશે, પરંપરા આવી જ રહી છે.

  ફડણવીસ પર નિશાન સાધ્યું

  શિવસેનાના મુખપત્રમાં પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadanvis) પર નિશાન સાધતાં લખવામાં આવ્યું છે કે, અગાઉની સરકાર પાંચ વર્ષ રહી અને પાંચ લાખ કરોડનું દેવું કરી દીધું. અખબારે લખ્યું કે, મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકાર સત્ય અને ન્યાયની તમામ કસોટીઓ પર ખરી ઉતરીને સ્થિર રહેશે. પાંચ વર્ષમાં રાજ્ય પર પાંચ લાખ કરોડનું દેવું લાદીને ફડણવીસ સરકાર જતી રહી. તેથી નવા મુખ્યમંત્રીએ જે સંકલ્પ લીધો છે, તેની પર ઝડપથી પરંતુ સાવધાનીપૂર્વક પગલાં લેવા પડશે.

  આ પણ વાંચો,

  ઉદ્ધવ કેબિનેટનો નિર્ણય, શિવાજી કિલ્લા માટે 20 કરોડનું ફંડ, ખેડૂતો માટે નિર્ણય ટૂંક સમયમાં
  મહારાષ્ટ્રમાં સત્તા ગુમાવ્યા બાદ હવે કેટલા રાજ્યોમાં બચ્યો છે બીજેપીનો ગઢ?
  First published:

  આગામી સમાચાર