Home /News /samachar /

#TumSENAhoPayega: શિવસેનાની સોશિયલ મીડિયા પર મજાક ઉડી

#TumSENAhoPayega: શિવસેનાની સોશિયલ મીડિયા પર મજાક ઉડી

એક યૂઝરે વીડિયો શૅર કરતાં લખ્યું છે કે, શિવસેનાને એનસીપી અને કૉંગ્રેસે ફસાવી દીધી

એક યૂઝરે વીડિયો શૅર કરતાં લખ્યું છે કે, શિવસેનાને એનસીપી અને કૉંગ્રેસે ફસાવી દીધી

    મહારાષ્ટ્રમાં રાજકીય સસ્પેન્સ સતત ઘૂંટાતું જાય છે. વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થયાના 19 દિવસ બાદ પણ હજુ સુધી કોઈ પણ પાર્ટીની સરકાર નથી બની શકી. સરકાર બનાવવાનો દાવો રજૂ કરનારી શિવસેના હવે પોતે જ રાજકીય વંટોળમાં ફસાતી જોવા મળી રહી છે. એવામાં સોશિયલ મીડિયા પર શિવસેનાની જોરદાર મજાક ઉડાવવામાં આવી રહી છે. હાલત એવી થઈ થઈ છે કે ટ્વિટર પર 'તુમ સે ન હો પાયેગા' (#TumSENAhoPayega) ટ્રેન્ડ થવા લાગ્યું. ટ્વિટર પર લોકો કહી રહ્યા છે કે શિવસેનાની સ્થિતિ એવી થઈ ગઈ છે જાણે કે હવામાં વચ્ચે લટકી ગઈ હોય.

    એક યૂઝરે લખ્યું છે કે, બીજેપીએ શિવસેનાની સાથે પ્રેન્ક કરી દીધું.

    ટ્વિટર પર કોઈએ એક કાર્ટૂન શૅર કરતાં દશાવ્યું છે કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ બંનેની નજર ઘટનાક્રમ પર ટકેલી છે.

    બીજી તરફ, એક અન્ય યૂઝરે એક વીડિયો શૅર કરતાં લખ્યું છે કે, શિવસેનાને એનસપી અને કૉંગ્રેસે ફસાવી દીધી.

    એક યૂઝરે લખ્યું છે કે, હવે શિવસેનાને અન્ડરગ્રાઉન્ડ થવાનો સમય આવી ગયો છે.

    એક યૂઝરે તો મહારાષ્ટ્રની ઘટનાને કર્ણાટક સાથે જોડી દીધી છે. અહીં ફોટો શૅર કરતાં દર્શાવવામાં આવ્યું છે કે કુમારસ્વામી પોતાના પિતાને પૂછી રહ્યા છે કે શું તેઓ પણ સરકાર બનાવવા માટે મહારાષ્ટ્ર જશે.

    નોંધનીય છે કે, સોમવારે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ શિવસેના (Shiv Sena)ને સરકાર બનાવવા માટે વધુ સમય આપવાની ના પાડી દીધી હતી. હવે રાજ્યપાલે ત્રીજી સૌથી મોટી પાર્ટી એનસીપીને પૂછ્યું છે કે શું તેઓ સરકાર બનાવી શકે છે? એનસીપીને આગામી 24 કલાકની અંદર સમર્થન પત્રની સાથે સરકાર બનાવવાનો દાવો રજૂ કરવો પડશે.

    આ પણ વાંચો,

    શિવસેનાને કૉંગ્રેસનો સમર્થન પત્ર કેમ ન મળ્યો? વાંચો Inside Story
    બીજેપી-શિવસેના વચ્ચે 30 વર્ષ જૂની મિત્રતા, જાણો બંને વચ્ચે ક્યારે-ક્યારે થયાં અબોલા
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन