Home /News /samachar /

સીરમ ઇન્સ્ટીટ્યૂટના CEOનો દાવો, ટ્રાયલ ઠીક રહ્યું તો સપ્ટેમ્બર સુધી આવશે કોરોનાની વેક્સીન

સીરમ ઇન્સ્ટીટ્યૂટના CEOનો દાવો, ટ્રાયલ ઠીક રહ્યું તો સપ્ટેમ્બર સુધી આવશે કોરોનાની વેક્સીન

પુણેના સીરમ ઇન્સ્ટીટ્યૂટ કોરોના માટે વેક્સીન બનાવ્યું છે.

પુણેના સીરમ ઇન્સ્ટીટ્યૂટ કોરોના માટે વેક્સીન બનાવ્યું છે.

    ચીન (China)થી દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાયરસે (Coronavirus) અત્યાર સુધી બે લાખથી વધુ લોકોના પ્રાણ લીધા છે. જ્યારે 30 લાખથી વધુ લોકો આ વાયરસથી સંક્રમિત કહેવામાં આવી રહ્યા છે. તમામ દેશ કોરોના વાયરસને પૂરી રીતે નાબૂદ કરવા માટે વેક્સીન બનાવવા માટે પ્રયાસો કરી રહ્યા છે. વૈજ્ઞાનિકોના આ પ્રયાસોની વચ્ચે ભારતમાં કોરોના વેક્સીન (Corona vaccine) બનાવનારી કંપનીએ દાવો કર્યો છે કે જો ટ્રાયલ સફળ રહ્યા તો સપ્ટેમ્બર કે ઓક્ટોબર સુધી કોરોના વેક્સીન બજારમાં આવી શકે છે.


    પુણેના સીરમ ઇન્સ્ટીટ્યૂટ (Serum Institute)ના સીઇઓ અડર પૂનાવાલાએ જણાવ્યું કે આ વેક્સિનની કિંમત 1000 રૂપિયા સુધીની હોઇ શકે છે. બિઝનેસ ટુડેની ખબર મુજબ પૂનાવાલાએ કહ્યું કે તે જોખમ લઇને કોરોનાની વેક્સિન એડવાન્સ પરીક્ષણ પહેલા જ તેનું ઉત્પાદન કરવાનો પ્રયાસ કરશે.


    તેમણે જણાવ્યું કે અગલા મહિનાના અંત સુધી તેનું ઉત્પાદન શરૂ થઇ શકે છે. અને પરીક્ષણ સફળ રહ્યું તો સપ્ટેમ્બર કે ઓક્ટોબર સુધીમાં બજારમાં આ દવા ઉપલબ્ધ થઇ શકે છે.


    તેમણે જણાવ્યું કે બ્રિટને હજી પણ તેમની વેક્સીનની ક્લિનિકલ ટ્રાયલ અંગે જાહેરાત નથી કરી. તેમણે કહ્યું કે અમે વેક્સીન બનાવાનો નિર્ણય પહેલા એટલા માટે લીધો કે ટ્રાયલ સફળ રહેતા જ તરત અમે તેને બજારમાં લાવી શકીએ. તો ટ્રાયલ સફળ રહ્યું તો તે પછી ઉત્પાદનમાં લાંબા સમય લાગી શકે છે. માટે અમારો પ્રયાસ તે રહેશે કે અમે લોકોની વચ્ચે જલ્દીમાં જલ્દી આની વેક્સીન લાવીએ. તેમણે કહ્યું કે મેના અંત સુધીમાં તેનું હ્યૂમન ટ્રાયલ પણ પૂરું કરી લેવામાં આવશે.


    પૂનાવાલાએ જણાવ્યું કે ત્રણ સપ્તાહમાં વેક્સીન બનાવવાનું કામ શરૂ થઇ જશે. તેમણે કહ્યું કે કંપની દર મહિને 40 થી 50 લાખ ડોઝ બનાવશે. અને તે પછી ઉત્પાદનને વધુ ઝડપથી વધારી કંપની દર મહિને 1 કરોડ વેક્સીન બનાવી લેશે. સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધી ઉત્પાદન વધીને દર મહિને 4 કરોડ સુધી પહોંચી જશે. અને તે પછી અમે બીજા દેશોને નિર્યાત કરશે.
    First published:

    આગામી સમાચાર