Home /News /samachar /

પ્રિયંકા ચોપરાએ પતિ નિક જોનાસ સાથે ઉજવી પહેલી દિવાળી, જુઓ તસવીરો

પ્રિયંકા ચોપરાએ પતિ નિક જોનાસ સાથે ઉજવી પહેલી દિવાળી, જુઓ તસવીરો

આ ખાસ અવસર ઉપર પણ પ્રિયંકા ચોપરાએ ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરી છે. તેમણે દિવાળીની ખુશીઓ પોતાના ફેન્સ સાથે શૅર કરી હતી.

આ ખાસ અવસર ઉપર પણ પ્રિયંકા ચોપરાએ ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરી છે. તેમણે દિવાળીની ખુશીઓ પોતાના ફેન્સ સાથે શૅર કરી હતી.

    ન્યૂઝ18ગુજરાતીઃ ગ્લોબલ સ્ટાર તરીકે ઓળખ મેળવી ચૂકેલી બૉલિવૂડ એક્ટ્રેસ (Bollywood Actress) પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) લગ્ન પછી વિદેશમાં રહેવા લાગી છે. પરંતુ ભારતીય તહેવારો (Indian festivals) તે એટલા જ આનંદથી ઉજવે છે. ભારતીય તહેવારો ઉપર પણ તેના પતિ પણ ખૂબ સાથ આપે છે અને એન્જોય કરે છે. કરવાચોથ બાદ હવે પ્રિયંકા પહેલીવાર પોતાના પતિ નિક જોનાસ (Nick Jonas)ની સાથે દિવાળી (Diwali 2019) ઉજવી રહી છે. આ ખાસ અવસર ઉપર પણ પ્રિયંકા ચોપરાએ ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરી છે. તેમણે દિવાળીની ખુશીઓ પોતાના ફેન્સ સાથે વહેંચી હતી.


    પ્રિયંકા ચોપરાએ દિવાળીના તહેવાર ઉપર નિક જોનાસની સાથે પોતાની રોમેન્ટીક તસવીર શેર કરી છે. આ તસવીરમાં પ્રિયંકા પ્રિંટેડ સાડીમાં નજર આવી રહી છે. જ્યારે નિકે પગલમાં ચપ્પલ પહેર્યા નથી. ઇસ્ટાગ્રામ ઉપર શેર કરેલી આ તસવીરમાં બંને એકબીજાની આંખોમાં જોવે છે અને રોમેન્ટિંક પોજ આપતા દેખાઇ રહ્યા છે. પ્રિયંકાએ આ તસવીરમાં સાથે સાથે કેપ્શનમાં લખ્યું છે. કે ''Happy Diwali to everyone celebrating. From mine to yours...' દીપાવલીનું શુભકામનાઓ.


    પ્રિયંકાની આ પોસ્ટ ઉપર ચાહકો તાબડતોબ પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ ઉપરાંત નિક સિવાય બીજી બે તસવીરો પણ શેર કરી છે. જેમાં તેનું ઘર શણગારેલું દેખાઇ રહ્યું છે અને તે દોસ્તોની સાથે મસ્તી કરી રહી છે. આ પહેલા કરવાચોથના દિવસ ઉપર પણ સુપરક્યૂટ કપલની રોમેન્ટીક તસવીરો મળી હતી. આ તસવીરો નિક જોનાસે શેર કરી હતી. આ સાથે તેમણએ કરવાચોથની શુભેચ્છાઓ પાઠવી હતી.


    ગત વર્ષની દિવાળી એટલે કે 1 ડિસેમ્બર 2018માં પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે લગ્ન કર્યા હતા. અને ગ્રાન્ડ લગ્ન અનેક મહિનાઓ સુધી ચર્ચામાં રહ્યા હતા. લગ્ન મહિનાઓ સુધી ચર્ચામાં રહ્યા હતા. લગ્ન પછી નિક જોનાસ ભારતીય તહેવારોમાં ખસા રસ દાખવવા લાગ્યા છે. દરેક તહેવારો પોતાની પત્ની સાથે ઉજવે છે. અને સોશિય મીડિયા (Social media) ઉપર શેર કરે છે.
    Published by:Pankaj Jain
    First published:

    આગામી સમાચાર