Home /News /samachar /

સાઉદી ક્રાઉન પ્રિન્સની જાહેરાત, ભારતમાં કરશે 100 બિલિયન ડોલરનું રોકાણ

સાઉદી ક્રાઉન પ્રિન્સની જાહેરાત, ભારતમાં કરશે 100 બિલિયન ડોલરનું રોકાણ

ભારત આવેલા સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને આતંકવાદ મુદ્દે કહ્યું કે, અમે ભારતની સાથે દરેક પ્રકારનો સહયોગ કરવા માટે તૈયાર છીએ

ભારત આવેલા સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને આતંકવાદ મુદ્દે કહ્યું કે, અમે ભારતની સાથે દરેક પ્રકારનો સહયોગ કરવા માટે તૈયાર છીએ

  ભારત આવેલા સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને આતંકવાદ મુદ્દે કહ્યું કે, અમે ભારતની સાથે દરેક પ્રકારનો સહયોગ કરવા માટે તૈયાર છીએ. સાઉદી પ્રિન્સે ભારતમાં 100 બિલિયન ડોલરના રોકાણના જાહેરાત કરી હતી.

  વિદેશ મંત્રાલયના સચિવ (આર્થિક સંબંધ) ટીએસ તિરુમૂર્તિએ કહ્યું હતું કે સાઉદી અરબ આપણો રણનીતિક ભાગીદાર છે. 2010ની રિયાદ ઘોષણામાં ભારત અને સાઉદી અરબ વચ્ચે એક રણનીતિક ભાગીદારીની વાત કરી હતી.

  વિદેશ મંત્રાલયે મીડિયાને સંબોધિત કરતા કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના ભારતમાં 100 બિલિયન ડોલરના રોકાણના નિર્ણયનો સ્વાગત કર્યો છે. આ સાથે મંત્રાલયે કહ્યું હતું કે ભારત અને સાઉદી અરબના નેતાઓની બેઠકમાં બંને દેશોના સંબંધો વધારે મજબૂત બન્યા છે. પીએમ મોદી અને સાઉદી ક્રાઉન પ્રિન્સે પુલવામાં હુમલાની ટિકા કરી હતી.

  આ પણ વાંચો - PM મોદીને મળ્યા MBS,કોગ્રેસે સાઉદી પ્રિન્સને ગળે લગાવવા ઉપર કર્યો હુમલો

  પીએમ મોદીએ કહ્યું કે, અમે આ વાત પર સહમત છીએ કે, આતંકવાદને સમર્થન આપતા દેશો પર દબાણ બનાવવું જરૂરી છે. અતિવાદ વિરુદ્ધ મજબૂત કાર્યયોજનાની જરૂરત છે, જેથી આતંકી તાકતો યુવાનોને ગુમરાહ ન કરી શકે. પીએમ મોદીએ કહ્યું કે, મને ખુશી છે કે, સઉદી અરબ અને અમે આ સંબંધમાં સાથે વિચાર રાખીએ છીએ. અમે એ વાત પર પણ સહમત છીએ કે, કાઉન્ટર ટેરરિઝમ, સમુદ્રી સુરક્ષા અને સાઈબર સિક્યોરિટી ક્ષેત્રમાં બંને દેશો વચ્ચે સંબંધ હજુ મજબુત બનશે. અમારૂ નિમંત્રણને સ્વીકાર કરવા માટે ક્રાઉન પ્રિન્સને ધન્યવાદ કહું છું.
  First published:

  આગામી સમાચાર