Home /News /samachar /

PM મોદી સાથે બોલ્યા પ્રિન્સ - આતંકવાદ વિરુદ્ધ લડાઈમાં અમે ભારતની સાથે

PM મોદી સાથે બોલ્યા પ્રિન્સ - આતંકવાદ વિરુદ્ધ લડાઈમાં અમે ભારતની સાથે

અમે 44 બિલિયન ડોલરના રોકાણ પર સહમતિ બતાવી છે.

અમે 44 બિલિયન ડોલરના રોકાણ પર સહમતિ બતાવી છે.

    પુલવામા આતંકી હુમલાને લઈ દુનિયાભરના મહત્વના દેશો તરફથી ભારતને સહયોગનો ભરોસો આપવાની વચ્ચે સાઉદી અરબે પણ આતંકવાદ વિરોધ જંગમાં સાથ આપવાનો વાયદો કર્યો છે. સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બીન સલમાને આતંકવાદ મુદ્દે કહ્યું કે, અમે ભારતની સાથે દરેક પ્રકારનો સહયોગ કરવા માટે તૈયાર છીએ. સલમાને કહ્યું કે, અમે ઈન્ટેલિજેન્સથી લઈ અન્ય વસ્તુ માટે તમારો સાથ આપવા તૈયાર છીએ. આ પહેલા પીએમ મોદીએ પુલવામા એટેકની ચર્ચા કરતા કહ્યું કે, આ એટેક દુનિયામાં છવાયેલા આતંકી ખતરાની બર્બર નિશાની છે.

    પીએમ મોદીએ કહ્યું કે, અમે આ વાત પર સહમત છીએ કે, આતંકવાદને સમર્થન આપતા દેશો પર દબાણ બનાવવું જરૂરી છે. અતિવાદ વિરુદ્ધ મજબૂત કાર્યયોજનાની જરૂરત છે, જેથી આતંકી તાકતો યુવાનોને ગુમરાહ ન કરી શકે. પીએમ મોદીએ કહ્યું કે, મને ખુશી છે કે, સઉદી અરબ અને અમે આ સંબંધમાં સાથે વિચાર રાખીએ છીએ. અમે એ વાત પર પણ સહમત છીએ કે, કાઉન્ટર ટેરરિઝમ, સમુદ્રી સુરક્ષા અને સાઈબર સિક્યોરિટી ક્ષેત્રમાં બંને દેશો વચ્ચે સંબંધ હજુ મજબુત બનશે. અમારૂ નિમંત્રણને સ્વીકાર કરવા માટે ક્રાઉન પ્રિન્સને ધન્યવાદ કહું છું.

    44 બિલીયન ડોલરના રોકાણનો કર્યો વાયદો
    ક્રાઉન પ્રિન્સે કહ્યું કે, આ મારી પહેલી વિઝિટ છે. હું ભારત આવી ચુક્યો છું, પરંતુ પ્રતિનિધિમંડળ સાથે પહેલો પ્રવાસ છે. અમારા સંબંધ લોહીમાં સામેલ છે, અને હજારો વર્ષ જુના છે. વીતેલા 50 વર્ષમાં આ સંબંધોને વધુ મજબૂતી મળી છે. મોહમ્મદ બીન સલમાને કહ્યું કે, સઉદી અરબમાં તમે 2016માં આવ્યા હતા. ત્યારથી અત્યાર સુધી અમે ઘણી સફળતા મેળવી છે. અમે 44 બિલિયન ડોલરના રોકાણ પર સહમતિ બતાવી છે. સલમાને કહ્યું કે, અમે ડાઈવર્સિફિકેશન પર કામ કરી રહ્યા છીએ અને ભારત સાથે સહયોગ કરવા માંગીએ છીએ.
    First published:

    આગામી સમાચાર