આજે ક્રિસમસના દિવસે બૉલિવૂડ સેલેબ પાર્ટીના મૂડમાં નજરે પડી રહ્યા છે. ક્રિસમસ પ્રસંગે અભિનેત્રી સારા અલી ખાને પણ પોતાના ઇન્સ્ટાગ્રામ પર અમુક તસવીરો શેર કરી છે. જેમાં તે પોતાના ભાઈ સાથે મસ્તીના મૂડમાં દેખાઈ રહી છે.
ક્રિસમસ પહેલા કરિના કપૂરે પોતાના ઘરે ક્રિસમસ પાર્ટી રાખી હતી. આ પાર્ટીમાં સૈફ અલી ખાન અને અમૃતા સિંહનો પુત્ર ઇબ્રાહિમ અને દીકરી સારા અલી પણ પહોંચ્યા હતા.
અહીં પહોંચતા પહેલા બંનેએ એક ફોટોશૂટ કર્યું હતું. આ ફોટોશૂટમાં ઇબ્રાહિમ ખાન શર્ટલેસ નજરે પડી રહ્યો છે. આ અંગેની અમુક તસવીરો સારાએ તેના ઇન્સ્ટાગ્રામ પર મૂકી છે. આ તસવીરમાં ભાઇ-બહેન મસ્તીના મૂડમાં લાગી રહ્યા છે.
એક તસવીરમાં ઇબ્રાહિમ શર્ટલેસ નજરે પડી રહ્યો છે તો આજ તસવીરમાં સારા 'આઘાત' લાગ્યો હોય તેવા ભાવ સાથે નજરે પડી રહી છે.
આ તસવીરો શેર કરતા સારા અલી ખાને લખ્યું છે કે રેનડિયરનું નાક લાલ થઈ ચુક્યું છે. વ્હાઇટ સ્નોફ્લેક, વર્જિન એગનૉગ અને ક્રિસમસ કેક પણ તૈયર થઈ ચુક્યા છે. હવે પાર્ટી શરૂ થવાની રાહ છે. આજની સાંજ ક્રિસમસની છે. અમે તેને ખૂબ સારી રીતે મનાવવાના છીએ.
નોંધનીય છે કે સારા અલી ખાન પોતાની આગામી ફિલ્મ 'આજ કલ'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે કાર્તિક આર્યન સાથે રોમાન્સ કરતી નજરે પડશે.
જોકે, આ બંને ભાઈ બહેન પહેલા પણ એક મેગેઝિન માટે ફોટોશૂટમાં નજરે આવી ચુક્યા છે. બંને ડિઝાઇનર અબૂજાની ખોસલાના ફેશન લાઇનમાં નજરે પડ્યા હતા.
ભાઈ સાથે મસ્તીના મૂડમાં સારા.
સારા અલી ખાનનું ફોટોશૂટ.
સારા અલી ખાનનું ફોટોશૂટ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર