Home /News /samachar /

આ દિવાળી વેકેશનમાં એક-બે દિવસ ફરવા જવાનો પ્લાન છે? તો આ છે બેસ્ટ વિકલ્પ

આ દિવાળી વેકેશનમાં એક-બે દિવસ ફરવા જવાનો પ્લાન છે? તો આ છે બેસ્ટ વિકલ્પ

દિવાળી વેકેશનમાં જો તમે એક કે બે દિવસ માટે ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સાપુતારાના પ્રવાસે જવું એક સારો વિકલ્પ બની શકે છે.

દિવાળી વેકેશનમાં જો તમે એક કે બે દિવસ માટે ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સાપુતારાના પ્રવાસે જવું એક સારો વિકલ્પ બની શકે છે.

    ન્યૂઝ18ગુજરાતીઃ દિવાળી વેકેશન (diwali vacation)શરુ થયું છે ત્યારે લોકો અલગ અલગ જગ્યાએ ફરવા (trip) માટે નીકળી જતા હોય છે. ક્યારેક લોકોને વેકેશનમાં ક્યાં ફરવા જવું એ પણ પ્રશ્ન સતાવતો રહે છે. આવી સ્થિતિમાં ગુજરાતમાં (vacation destination in gujarat) કઇ જગ્યાએ ફરવા જવું કે રાજ્ય બહાર ફરવા જવું એ મૂંઝવણમાં રહેતા હોય છે. એક દિવસમાં જઇને ઘરે પરત ફરી શકાય એવા સ્થળ વિશે અમે તમને જણાવીશું.


    ઘણાં લોકો ગુજરાતમાં રહેવા છતાં ગુજરાતના રમણીય સ્થળ વિષે માહિતગાર નથી હોતા. ત્યારે આજે અમે તમને એવા ફરવા લાયક સ્થળોની માહિતી આપીશું કે અમુક સ્થળો વિષે તમને જાણકારી પણ નહી હોય. ગુજરાતમાં દેશનો સૌથી વિશાળ 1600 કિમીનો દરિયા કિનારો ધરાવે છે. સાથોસાથ પવિત્ર યાત્રાધામો, ડુંગર, રણ અને પહાડો પણ છે.


    ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યની (Gujarat-Maharashtra border)બોર્ડર પર આવેલું આ એક રમણીય સ્થળ છે. ગુજરાતનું એકમાત્ર (Hill Station) હિલ સ્ટેશન પણ છે. સાપુતારા ડાંગના આહવા તાલુકામાં સહ્યાદ્રીની પર્વતમાળાઓમાં આવેલું સ્થળ છે. વર્ષ દરમિયાન સાપુતારામાં તાપમાનનો પારો કદી 30 ડીગ્રીની ઉપર નથી જતો. ગુજરાતમાં હવા ખાવા માટેનું એકમાત્ર સ્થળ સાપુતારા છે. સાપુતારામાં આદિવાસી મ્યુઝિયમ પણ જોવાલાયક છે. સાથે જ બોટિંગ પણ આહલાદક અનુભવ કરાવે છે.


    આ ઉપરાંત અહી પહાડીઓ પરથી સનસેટ અને સનરાઇઝ પોઇન્ટનું અદભૂત દ્રશ્ય સર્જાય છે. સાપુતારાથી થોડે દૂર “ગુજરાતનો નાયગ્રા” કહેવાતો ગીરા ધોધ પણ મોટું આકર્ષણનું કેન્દ્ર છે. અહીં ચોમાસામાં લોકો ફરવા આવે છે. અને વરસાદના કારણે ધોધ સોળે કળાએ ખીલી ઉછે છે.


    પરંતુ દિવાળી વેકેશનમાં જો તમે એક કે બે દિવસ માટે ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સાપુતારાના પ્રવાસે જવું એક સારો વિકલ્પ બની શકે છે. દિવાળી વેકેશનમાં જો તમે એક કે બે દિવસ માટે ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સાપુતારાના પ્રવાસે જવું એક સારો વિકલ્પ બની શકે છે.
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन