ટેક્નોલોજી ડેસ્ક: સેમસંગ 10 એપ્રિલનાં રોજ એખ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી રહ્યું છે. માનવામાં આવે છે કે આ ઇવેન્ટમાં કંપની તેનાં નવાં સ્માર્ટફોન ગેલેક્સી એ90ને લોન્ચ કરી શકે છે. જે ગેલેક્સી A સીરિઝનો ફ્લેગશિપ સ્માર્ટફોન હશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ગેલેક્સી A90 સીરિઝમાં કંપની ઓક્ટાકોર કોલકોમ સ્નેપડ્રેગન પ્રોસેસર આપી શકે છે. આ સાથે જ સ્માર્ટફોન અલગ અળગ રેમ અને સ્ટોરેજ વેરિએન્ટમાં ઉપલબ્ધ હશે.
શરૂઆતની રિપોર્ટ્સની માનીયે તો ગેલેક્સી A90 સીરિઝમાં આફને નોચ ડિસ્પ્લે નહી મળે. પણ એક ફુલ સ્ક્રિન ડિસપ્લે મળશે. ફોનમાં આપને પોપઅપ રોટેટિંગ કેમેરા મોડ્યુઅલ મળશે. જે ફ્રન્ટ અને રેર બંને કેમેરાનું કામ કરશે. કેમેરાની વાત કરીએ તો સ્માર્ટફોન આપને ત્રિપલ કેમેરા લેન્સ સેટઅપ સાથે મળશે. જેમાં એક 48 મેગા પિક્સલનો કેમેરા હશે.
આ ઉપરાંત આપને તેામં 8 મેગે પિક્સલનો સેકેન્ડરી લેન્સ અને એક TOF સેન્સર મળશે. રોટેટિંગ મેકેનિશઝમ હોવાને કારણે આપ 48 મેગાપિક્સલ કેમેરાનો ઉપયોગ સેલ્ફી લેવા માટે પણ કરી શકશો. લીક રિપોર્ટ્સ મજુબ સ્માર્ટફોન આપને નવાંડ િઝાઇન અને ઇનફિનિટી ડિસપ્લેની સાથે મળી શકેછે. જેમાં આપને સેમસંગ વન યુઆઇ જોવા મળશે. સેમસંગ ગેલેક્સી A90 સ્માર્ટફોનમાં 6.41 ઇંચની ડિસપ્લે મળશે.
સ્માર્ટફોન 6 જીબી રેમ અને 8 જીબી રેમનાં વેરિએન્ટમાં લોન્ચ થશે. જેમાં આપને કોલકોમનું 710 પ્રોસેસર મળી શકે છે.આપને જણાવી દઇએ કે ગત મહિને જ ગેલેક્સીએ A સીરીઝનાં ત્રણ સ્માર્ટફોન ગેલેક્સી A10, ગેલેક્સી A30 અને ગેલેક્સી A50 લોન્ચ કર્યો હતો. ગેલેક્સી A10નો ભાવ 8,490 રૂપિયા છે. જ્યારે ગેલેક્સી A30 સ્માર્ટફોન આપને 16,990 રૂપિયામાં મળશે. ગેલેક્સી A50 સ્માર્ટપોન બે વેરિએન્ટમાં લોન્ચ થયો છે. આ ફોન 4GB રેમ વેરિએન્ટ 19,990 રૂપિયામાં અને 6GB રેમ વેરિએન્ટ 22,990 રૂપિયામાં મળે છે