Home /News /samachar /

ત્રીજા દિવસે સૈફની 'જવાની જાનેમન'ના કલેક્શનમાં આવ્યો ઉછાળ, તો આ ફિલ્મ ગબડી

ત્રીજા દિવસે સૈફની 'જવાની જાનેમન'ના કલેક્શનમાં આવ્યો ઉછાળ, તો આ ફિલ્મ ગબડી

જવાની જાનેમન ફિલ્મ માટે ક્રિટિક્સે મિક્સ રિએક્શન આપ્યું છે.

જવાની જાનેમન ફિલ્મ માટે ક્રિટિક્સે મિક્સ રિએક્શન આપ્યું છે.

    બોક્સ ઓફિસ પર આ સપ્તાહે બે ફિલ્મો વચ્ચે મોટી ટક્કર માનવામાં આવી હતી. એક હતી સૈફ અલી ખાનની જવાની જાનેમન અને બીજી હતી હિમેશ રેશમિયાની ફિલ્મ 'હેપ્પી હાર્ડી એન્ડ હીર' વીકેન્ડ પર બે ફિલ્મોના કલેક્શનમાં થોડા ઉછાળ જોવા મળ્યો હતો. આવનારી સ્લાઇડમાં જુઓ ત્રણ દિવસમાં જવાની જાનેમન અને હેપ્પી હાર્ડી એન્ડ હિર ફિલ્મે કેટલો વેપાર કર્યો.


    જવાની જાનેમનના ક્રિટિક્સે તેમને મિક્સ રિએક્શન આપ્યું છે. ફિલ્મે ઓપનિંગ ડે પર બોક્સ ઓફિસ પર ઠીક ઠાક જ કલેક્શન કર્યું છે. સૈફની ફિલ્મે પહેલા દિવસે 3.24 કરોડ, શનિવારે 4.45 કરોડ અને રવિવારે 5 કરોડનો આંકડો પાર કર્યો હતો. રવિવારના આંકડા અધિકૃત રીતે નથી આવ્યા પણ મનાઇ રહ્યું છે કે ત્રણ દિવસમાં ફિલ્મે 12.79 કરોડ રૂપિયાનો વેપાર કર્યો છે.


    જવાની જાનેમનનું બજેટ 40 કરોડ હતું. ફિલ્મમાં સૈફ અલી ખાન સિવાય તબ્બૂ, પૂજા બેદીની પુત્રી અલાયા ફર્નીચરવાલા, કુમુદ મિશ્રા, ફરીદા જલાલ અને કુબરા સૈત છે. અલાયાની આ ડેબ્યૂ ફિલ્મ હતી. અને તે ભારતમાં 1,100 સ્ક્રીન્સ પર અને ઓવરસીઝ 200 સ્ક્રીન્સ પર રીલિઝ થઇ છે.


    જવાની જાનેમનના નિર્દેશન નિતિન કક્કડે કર્યું છે અને જૈકી ભગનાનીએ તેને પ્રોડ્યૂસ કરી છે. જવાની જાનેમન 40 વર્ષના એક મન મોજી અય્યાશ વ્યક્તિના જીવન પર આધારીત છે. જેની લાઇફસ્ટાઇલ ત્યારે બદલાય છે જ્યારે તેની 21 વર્ષીય દીકરી તેને મળવા પહોંચી છે. આ પછી તેનું જીવન બદલાય છે.


    હવે વાત કરીએ હિમેશ રેશમિયાની ફિલ્મ હેપ્પી હાર્ડી એન્ડ હિરની તો આ ફિલ્મ ઓપનિંગ ડે પર જ કંગાળ સ્થિતિમાં આવી ગઇ હતી. ફિલ્મે 8 થી 10 લાખની કમાણી પહેલા દિવસે કરી હતી. શનિવારે 10 લાખ અને રવિવારે આ ફિલ્મે 10-12 લાખ જેવી કમાણી કરી હતી. જો કે તેના પણ અધિકૃત આંકડા નથી આવ્યા. આ ફિલ્મમાં હિમેશ રેશમિયાએ ડબલ રોલ ભજવ્યો છે.
    First published:

    આગામી સમાચાર