Indian Railways job: રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડ ક્લર્ક અને સીનિયર ક્લર્ક પદો માટે કુલ 251 વેકન્સી બહાર પાડી છે. જેમાંથી 171 વેકન્સી ક્લર્કના પદ માટે અને 80 અરજી સીનિયર ક્લર્ક પદો માટે છે. આ વેકન્સી માટે RRB 20 ડિસેમ્બર 2019થી અરજી સ્વીકાર કરી રહી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 19 જાન્યુઆરી 2020 સુધીની છે.
ઈચ્છુક ઉમેદવાર rrccr.com દ્વારા અરજી કરી શકે છે.
શૈક્ષણિક લાયકાત (Educational Qualification)
- જૂનિયર ક્લર્ક પદ માટે અરજી કરનારા ઉમેદવાર માટે ધોરણ-12 પાસ હોવું જરૂરી છે. - અંગ્રેજી ટાઇપિંગ સ્પીડ એક મિનિટમાં 30 શબ્દ, હિન્દી ટાઇપિંગ સ્પીડ એક મિનિટમાં 25 શબ્દ હોવી જોઈએ. - સીનિયર ક્લર્ક પદ માટે અરજી કરનારા ઉમેદવાર ગ્રેજ્યુએટ હોવા જરૂરી છે.
અરજી માટે શું ફી ભરવી પડશે?
રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડ તરફથી ઉમેદવારો પાસે કોઈ અરજી ફી નથી માંગવામાં આવી.
ઉંમર મર્યાદા (Age Limit)
- general categoryથી અરજી કરનારા ઉમેદવારોની ઉંમર વધુમાં વધુ 42 વર્ષ હોવી જોઈએ. - OBC કેટગરીના ઉમેદવારો માટે મહત્તમ ઉંમરમાં ત્રણ વર્ષની છૂટ મળશે. - SC/ST કેટેગરીના ઉમેદવારો માટે મહત્તમ ઉંમરમાં 5 વર્ષની છૂટ મળશે.
પરીક્ષા પેટર્ન (Examination Pattern)
ક્લર્ક અને સીનિયર ક્લર્ક પદો માટે પરીક્ષ ઑનલાઇન લેવાશે. પરીક્ષા બે સ્ટેજમાં લેવાશે. લેખિત પરીક્ષા અને ટાઇપિંગ ટેસ્ટ. જે લેખિત પરીક્ષા પાસ કરશે તેને ટાઇપિંગ ટેસ્ટ આપવાની મંજૂરી મળશે.