રોહતકઃ પીજીઆઈમાં બીડીએસ ઇન્ટર્ન ડૉક્ટર (Doctor)એ મંગળવાર સાંજે હૉસ્ટેલના રૂમમાં ફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું. કનિકા સેઠી પાનીપતની રહેવાસી હતી અને પીજીઆઈ રોહતકથી બીડીએસ કરી રહી હતી. પોલીસ મામલાની તપાસ કરી રહી છે. હાલ મહિલા ઇન્ટર્નની આત્મહત્યાના કારણનો ખુલાસો નથી થઈ શક્યો. જોકે તપાસ ટીમને રૂમમાંથી એક સુસાઇટ નોટ મળી આવી છે.
નોંધનીય છે કે, કનિકા સેઠી નામની આ બીડીએસ ઇન્ટર્ને હોસ્ટલના રૂમ નંબર 144માં ફાંસો ખાઈને આત્મહત્યા કરી દીધી. મળતી જાણકારી મુજબ કનિકાએ રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ફાંસો ખાઈ લીધો.
મામલાની ગંભીરતાને જોતાં પીજીઆઈ એસએચઓ અને એફએસએલ એક્સપર્ટ ડૉ. સરોજ દહિયાની ટીમને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી. ડૉક્ટર સરોજ દહિયાની ટીમે ઘટનાસ્થળની ઝીણવટભરી તપાસ કરી. લગભગ એક વર્ષ પહેલા પણ ઓમ્કાર નામના એક ડૉક્ટરે કંઈક આવી જ રીતે હૉસ્ટેલમાં આત્મહત્યા કરી હતી અને ફરી એકવાર આવી જ ઘટના સામે આવી છે.
પોલીસને હૉસ્ટેલના રૂમમાં એક સુસાઇડ નોટ પણ મળી છે. પોલીસ મુજબ સુસાઇડ નોટ અંગ્રેજીમાં લખી છે. તેમાં લખવામાં આવ્યું છે કે હું મમ્મી અને પાપાને ખૂબ પ્રેમ કરું છું. ફેબ્રુઆરી મહિનાથી ઘણી પરેશાન રહું છું અને પોતાના મોત માટે પોતે જવાબદાર છું. જોકે મૃતકાએ સુસાઇડ નોટમાં આત્મહત્યા કરવાના કારણનો ઉલ્લેખ નથી કર્યો.
પોલીસે કહી આ વાત
રોહતક પોલીસના સબ ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર બૂરાએ જણાવ્યું કે સાંજે લગભગ 5 વાગ્યે પોલીસને જાણ મળી હતી અને આત્મહત્યા કરનારી ડૉક્ટરનો પરિવાર હજુ રોહતક નથી પહોંચ્યો. તેમનું નિવેદન આપ્યા બાદ જ કંઈક કહી શકાશે.