અક્ષય કુમાર વિષે કહેવાય છે કે તે સમયસર આવતા અભિનેતા છે. કંઇક પણ થાય તે ટાઇમસર ઇવેન્ટ પર આવી જાય છે. વળી તે વહેલી સવારે પણ ફિલ્મનું શિડ્યૂલ હોય તો પણ પહોંચી જાય છે. પણ હાલ કંઇક તેવું બન્યું કે અક્ષણ કુમાર પડ્યા મોડા. અને આ વાતનો ખુલાસો તેમના જ કૉ સ્ટાર રિતેશ દેશમુખ અને બોબી દેઓલે કર્યો છે. ફિલ્મ હાઉસફુલ 4 ના પ્રમોશન માટે હાઉસફુલની ટીમ કપિલ શર્માના શો પર આવી પહોંચી હતી. આ માટે સવારે 7:30 શૂટ પણ રાખવામાં આવ્યું હતું. જ્યાં બોબી અને રિતેશ ટાઇમસર પહોંચી ગયા હતા ત્યાં જ અક્ષય કુમારના દૂર દૂર સુધી કોઇ ખબર નહતા.
આ જાણીને રિતેશે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો. જેમાં તેણે અને બોબીએ અક્ષયને બરાબરનું સંભળાવ્યું. જો કે આ બાદ તો સોશિયલ મીડિયામાં પણ અક્ષય કુમારની મજાક ઉડવા લાગી અને લોકો પણ તેમને મેણાં મારતા નજરે પડ્યા.
A post shared by Riteish Deshmukh (@riteishd) on Oct 15, 2019 at 8:13pm PDT
વીડિયોમાં બોબી દેઓલ અને રિતેશે કહ્યું કે આ બધુ જૂઠ, અફવા છે. અક્ષય કુમાર કુત્તે કમીને કિત્થે હૈ તૂ...કહાં હૈ તૂ...જલ્દી આજા. ઉલ્લેખનીય છે કે હાઉસફુલ 4 પુનર્જન્મ પર આધારીત ફિલ્મ છે. આ ફિલ્મમાં 1419 અને 2019 નો સમય બતાવવામાં આવ્યો છે. ફિલ્મમાં અક્ષય કુમાર સિવાય કૃતિ, બોબી દેઓલ, પૂજા હેગડે, રિતેશ દેશમુખ, કૃતિ ખરબંદા, રાણા દગ્ગુબતી, ચંકી પાંડે, જૉની લીવર અને જેમી લીવર છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર