Home /News /samachar /સ્વિટ્ઝર્લેન્ડે અનોખા અંદાજમાં કરી ભારતની પ્રશંસા, તિરંગાના રંગમાં રંગાયો મેટરહોર્ન પર્વત

સ્વિટ્ઝર્લેન્ડે અનોખા અંદાજમાં કરી ભારતની પ્રશંસા, તિરંગાના રંગમાં રંગાયો મેટરહોર્ન પર્વત

સ્વિટ્ઝર્લેન્ડે અનોખા અંદાજમાં કરી ભારતની પ્રશંસા, તિરંગાના રંગમાં રંગાયો મેટરહોર્ન પર્વત

જાણીતા સ્વિસ લાઇટ આર્ટિસ્ટ ગેરી હોફસ્ટેટર 14690 ફૂટના પર્વતને તિરંગાના આકારમાં રોશની આપી

જિનેવા : ભારત સહિત દુનિયાના દેશોમાં કોરોના વાયરસ (Coronavirus)નો કહેર યથાવત્ છે. દરેક દેશ વાયરસને ફેલાવવાથી રોકવા માટે ઘણા પગલાં ભરી રહ્યા છે. કોરોના સંકટથી નિપટવા માટે ભારત સરકારના નિર્ણયથી દુનિયાના ઘણા દેશો પ્રશંસા પણ કરી ચૂક્યા છે. આ દરમિયાન સ્વિસ આલ્પ્સના મેટરહોર્ન પર્વત (Matterhorn Mountain)પર રોશનની મદદથી ભારતીય તિરંગાને દર્શાવવામાં આવ્યો છે. આના દ્વારા કોરોના મહામારીથી જીતવાની આશાનો સંદેશ આપવામાં આવ્યો છે.

જાણીતા સ્વિસ લાઇટ આર્ટિસ્ટ ગેરી હોફસ્ટેટર 14690 ફૂટના પર્વતને તિરંગાના આકારમાં રોશની આપી છે. ભારતીય વિદેશી સેવા અધિકારી ગુરલીન કૌરે આ તસવીર પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરી છે. તેમાં લખ્યું છે કે લગભગ 800 મીટર ઉંચાઇ પર તિરંગો. હિમાલયથી આલ્પ્સની દોસ્તી. આભાર.

આ પણ વાંચો - પોલીસને જોઈને બીકના માર્યા ખેડૂતનું ટ્રેક્ટર બંધ થયું, સુલ્તાનપુરના SPએ ધક્કો મારી સ્ટાર્ટ કર્યું



પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તિરંગાના રંગમાં ઢંકાયેલા પર્વતની તસવીર રીટ્વિટ કરતા લખ્યું હતું કે - દુનિયા કોવિડ 19 સામે એકજુટ બનીને લડી રહી છે. મહામારી પર નિશ્ચિત રુપથી માનવતાની જીત થશે.

આ પહાડ પર 24 માર્ચથી કોરોના મહામારી સામે દુનિયાની એકજુટતતા પ્રદર્શિત કરવા માટે દરરોજ અલગ-અલગ દેશના ઝંડાને બતાવી રોશની કરવામાં આવી રહી છે.
First published:

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો