Home /News /samachar /રિલાયન્સ રિટેલે અર્બન લેડરમાં ખરીદી 96 ટકા હિસ્સેદારી, 182 કરોડ રૂપિયામાં થઈ ડીલ

રિલાયન્સ રિટેલે અર્બન લેડરમાં ખરીદી 96 ટકા હિસ્સેદારી, 182 કરોડ રૂપિયામાં થઈ ડીલ

રિલાયન્સ રિટેલ ડિસેમ્બર 2023 સુધીમાં અર્બન લેડરમાં વધુ 75 કરોડ રૂપિયાનું રોકાણ કરશે

રિલાયન્સ રિટેલ ડિસેમ્બર 2023 સુધીમાં અર્બન લેડરમાં વધુ 75 કરોડ રૂપિયાનું રોકાણ કરશે

    નવી દિલ્હીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (Reliance Industries Limited- RIL))ની સહાયક કંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (Reliance Retail Ventures Limited- RRVL)એ ઓનલાઇન ફર્નીચર સ્ટાર્ટઅપ અર્બન લેડર હોમ ડેકોર સોલ્યૂશન્સ પ્રાઇવેટ લિમિટેડ (Urban Ladder Home Decor Solutions Pvt Ltd)ની 96 ટકા હિસ્સેદારીને ખરીદી લીધી છે.

    રિલાયન્સ રિટેલ (Reliance Retail) અને અર્બન લેડર (Urban Ladder)ની વચ્ચે આ સોદો 182.12 કરોડ રૂપિયામાં થયો છે. આ ઉપરાંત રિલાયન્સની પાસે બાકી બચેલા ઇક્વિટી શૅર્સ ખરીદવાનો વિકલ્પ પણ છે. તેનાથી કંપનીને અર્બન લેડરની 100 ટકા શૅર હોલ્ડિંગ પ્રાપ્ત થઈ જશે.

    રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ અર્બન લેડરમાં 75 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ રોકાણ પ્રક્રિયાને પૂરી થવામાં ડિસેમ્બર 2023 સુધીનો સમય લાગશે. ભારતમાં અર્બન લેડરની શરૂઆત 17 ફેબ્રુઆરી, 2012માં થઈ હતી. 8 વર્ષ જૂની સ્ટાર્ટઅપ કંપની હોમ ફર્નીચર અને ડેકોર પ્રોડક્ટસનું વેચાણ ડિજિટલ પ્લેટફોર્મ પર કરે છે. આ ઉપરાંત અર્બન લેડરની ભારતમાં અનેક શહેરોમાં રિટેલ સ્ટોર્સની ચેઇન પણ છે.

    આ પણ વાંચો, દિવાળી બાદ પણ સતત 4 દિવસ બંધ રહેશે બેંક, જતાં પહેલા ચેક કરી લો આ લિસ્ટ

    વર્ષ 2018માં ઓનલાઇન ફર્નીચર રિટેલ અર્બન લેડરની વેલ્યૂ 1200 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી, જે વર્ષ 2019માં ઘટીને 750 કરોડ રૂપિયા થઈ ગઈ. સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગ મુજબ, 2019માં અર્બન લેડરનું ટર્નઓવર 434 કરોડ રૂપિયા હતું. આ વર્ષે કંપનીને 49.47 કરોડ રૂપિયાનો નફો થયો.

    રિલાયન્સ રિટેલે કહ્યું કે, આ રોકાણના માધ્યમથી ગ્રુપના ડિજિટલ અને નવી કોમર્શિયલ પહેલમાં વધારો થશે અને રિલાયન્સ ગ્રુપ દ્વારા પ્રદાન કરવામાં આવેલી કસ્ટમર પ્રોડક્ટ્સનો દાયરામાં પણ વધારો થશે. આ ઉપરાંત કસ્ટમર્સને રિટેલ ખરીદીમાં વધુ વિકલ્પ મળશે.

    આ પણ વાંચો, 1 જાન્યુઆરી 2021થી ટોલ પ્લાઝા પર FASTag અનિવાર્ય, જાણે કેવી રીતે મળશે ફાસ્ટેગ

    હાલના વર્ષોમાં અર્બન લેડરેન પડકારપૂર્ણ પરિસ્થિતિઓનું સામનો કરવો પડ્યો છે. વર્ષ 2012માં આશીષ ગોયલ અને રાજીવ શ્રીવત્સ દ્વારા શરૂ કરવામાં આવેલી કંપનીને સિકોઇયા કેપિટલ, સૈફ પાર્ટનર્સ, કલારી કેપિટલ અને હેજ ફંઢ સ્ટીડવ્યૂ કેપિટલ જેવા ટોચના રોકાણકારો તરફથી 700 કરોડ રૂપિયાથી વધુ ધન મળ્યું. પરંતુ ત્યાબબાદ બે વર્ષથી કંપનીની મૂડી વધારવામાં મુશ્કેલી થવા લાગી. ગયા વર્ષે નવેમ્બરમાં કંપનીને 15 કરોડની મૂડી મળી હતી.

    ડિસ્કેલમરઃ ન્યૂઝ18 ગુજરાતી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો ભાગ છે. નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પાસે જ છે.
    First published: