Home /News /samachar /RBIનો યસ બેંક ઉપર પ્રતિબંધ, રુ.50,000ની લિમિટ, અમદાવાદમાં મોડી રાત્રે ATMમાં લાંબી લાઇનો

RBIનો યસ બેંક ઉપર પ્રતિબંધ, રુ.50,000ની લિમિટ, અમદાવાદમાં મોડી રાત્રે ATMમાં લાંબી લાઇનો

RBIએ આ નિર્ણય બેંકની ખરાબ આર્થિક સ્થિતિને જોતા લીધો, ખાતાધારક પોતાના એકાઉન્ટમાંથી 50 હજારથી વધારે રુપિયા નહીં ઉપાડી શકે

RBIએ આ નિર્ણય બેંકની ખરાબ આર્થિક સ્થિતિને જોતા લીધો, ખાતાધારક પોતાના એકાઉન્ટમાંથી 50 હજારથી વધારે રુપિયા નહીં ઉપાડી શકે

  રુત્વિજ સોની, અમદાવાદ/નવી દિલ્હી : ભારે વિત્તીય સંકટથી ઝઝુમી રહેલા પ્રાઇવેટ સેક્ટરની યસ બેંક (Yes Bank)પર RBIએ પ્રતિબંધ લગાવી દીધો છે. RBIના આ પ્રતિબંધ પછી કોઈપણ ખાતાધારક પોતાના એકાઉન્ટમાંથી 50 હજાર રુપિયાથી વધારે રકમ ઉપાડી શકશે નહીં. રિઝર્વ બેન્કે સરકાર સાથે વિચાર-વિમર્શ કર્યા પછી બેંકના નિર્દેશક મંડળને ભંગ કરતા આ નિર્ણય કર્યો છે. આ નિર્ણયના કારણે અમદાવાદમાં મોડી રાત્રે બેેંકના એટીએમની બહાર લાંબી કતારો જોવા મળી હતી. બીજી તરફ રાજકોટના રેસકોર્સ ખાતે આવેલી યસ બેંકમાં પણ પૈસા ઉપાડવા માટે લોકોની લાઈનો લાગી છે. લોકો એટીએમમાંથી પૈસા ઉપાડી રહ્યા છે. જેમ જેમ લોકોને ખબર પડી રહી છે તેમ તેમ લોકો એટીએમ પર પહોંચી રહ્યા છે


  RBIએ આ નિર્ણય બેંકની ખરાબ આર્થિક સ્થિતિને જોતા લીધો છે. સાથે SBIના પૂર્વ મુખ્ય વિત્તીય અધિકારી પ્રશાંત કુમારને યસ બેંકના એડમિનિસ્ટ્રેટર નિયુક્ત કર્યા છે. મળેલી જાણકારી પ્રમાણે જમાકર્તા તેના બચત, ચાલુ કે અન્ય જમા ખાતામાં 50,000 રુપિયાથી વધારે રકમ ઉપાડી શકશે નહીં. જાહેર કરેલ નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ પાસે યસ બેંકમાં એકથી વધારે એકાઉન્ટ છે તો પણ બધા એકાઉન્ટને મળીને તે કુલ 50 હજાર રુપિયા જ કાઢી શકશે.


  સૂત્રોએ ગુરુવારે જ જાણકારી આપી હતી કે ભારતીય સ્ટેટ બેંક અને અન્ય વિત્તીય સંસ્થાન મળીને યસ બેંકને આ હાલતમાંથી બહાર કાઢી શકે છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે એસબીઆઈને કેન્દ્ર સરકારથી તેની મંજૂરી મળી ગઈ છે.


  નોટિફિકેશનમાં આપેલી જાણકારી પ્રમાણે કેટલીક વિશેષ પરિસ્થિતિઓમાં એકાઉન્ટહોલ્ડર્સ પોતાના ખાતામાંથી 50,000થી વધારે રુપિયા ઉપાડી શકશે. આ સંજોગોમાં 50 હજારથી વધારે ઉપાડી શકાશે. 1. જો જમાકર્તા કે વાસ્તવિક રુપથી તેના ઉપર આશ્રિત કોઈ વ્યક્તિ માટે મેડિકલ ખર્ચ કરવાનો હોય. 2. જમાકર્તા કે વાસ્તવિક રુપથી તેના પર આશ્રિત કોઈ વ્યક્તિને ભારત કે ભારત બહાર અજ્યુકેશન પર ખર્ચ કરવાનો હોય. 3. જમાકર્તા કે વાસ્તવિક રુપથી તેના પર આશ્રિત કોઈ વ્યક્તિના લગ્ન કે અન્ય સમારોહ હોય તો એકાઉન્ટહોલ્ડર્સ 50 હજાર રુપિયાથી વધારે રકમ ઉપાડી શકાશે.
  First published:

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन