Home /News /samachar /અજબ ગજબ : હાથી દાદાને ચા પસંદ છે! ખાસ આ જગ્યાએ ચાની ચુસ્કી લેવા દરરોજ આવે છે

અજબ ગજબ : હાથી દાદાને ચા પસંદ છે! ખાસ આ જગ્યાએ ચાની ચુસ્કી લેવા દરરોજ આવે છે

રોજ મોટી સંખ્યામાં લોકો ચા પીતા આ હાથીને જોવા આવે છે.

રોજ મોટી સંખ્યામાં લોકો ચા પીતા આ હાથીને જોવા આવે છે.

    હાથી પણ ચાનો ચસકો હોય? નવાઇ લાગે તેવી આ વાત હકીકત છે. આ વાત છે મધ્યપ્રદેશના રતલામમાં રહેતો એક હાથીની, જે ચાનો જબરો શોખીન છે. તેને ચાની તેવી લત લાગી ગઇ છે કે રોજ એક દુકાન પર મસ્ત ચા પીવા પહોંચી જાય છે. અને જ્યાં સુધી ડિમાન્ડ નથી પૂરી થઇ આગળ નથી વધતા. આમ તો ભારતભરના ચાના શોખીનોની કમી નથી. પણ આ પહેલા હાથી છે જે ચાનો રસિયો બની ગયો છે. રતલામમાં રહેતા આ હાથીને ચાની તેવી તો લત લાગી ગઇ છે કે રોજ સવારે ચાની એક દુકાને ચાની ચુસકી લેવા પહોંચી જાય છે. બીજી તરફ દુકાનદાર પણ હાથીની આ આદતથી સારી રીતે વાકેફ છે. તે પણ હાથી માટે ખાસ પોતાના હાથથી ચા બનાવીને તેને પીવડાવે છે. દુકાનદારના મતે આ ગણપતિ બાપ્પાના આશીર્વાદ છે.

    જો કે નવાઇની વાત એ છે કે રતલામનો આ હાથી રોજ સવારે ખાલી આ દુકાન આગળ આવી જ ઊભો રહી જાય છે. રતલામના ડાલૂ મોદી ચાર રસ્તે તમને આ દ્રશ્ય રોજ જોવા મળી શકે છે. એટલું જ નહીં અન્ય બીજા ચા વાળાએ પણ આ હાથીને પોતાની ચા પીવડાવવાનો પ્રયાસ કર્યો પણ રાજા નામનો આ હાથી તેમની ચા સૂંઘીને આગળ જતો રહે છે. સજવાની વાત એ છે કે આ હાથીને આ હોટલના રસ્તા અને તે જ દુકાનની સચોટ ઓળખ થઇ ગઇ છે. મહાવત જેવો સવારે નીકળે છે તેને લઇને હાથી રાજા અહીં આવીને ઊભો રહી જાય છે. અને તેને ચાનો ટેસ્ટ એટલો પસંદ છે કે તે દિવસની શરૂઆત ચા પીવાથી જ કરે છે. ગત 8 દિવસથી આ હાથી સતત આ દુકાન પર ચા પીવા માટે આવે છે.

    " isDesktop="true" id="990274" >

    હાથીના મહાવતે જણાવ્યું કે એક દિવસ હું અહીં ચા પીવા રોકાયો હતો. અને તે દિવસે દુકાનદારે પણ હાથીને ચા પીવડાવી. બસ તે દિવસથી આજ રોજ સુધી તે રોજ ચા પીવા અહીં પહોંચી જાય છે. દર રોજ સવારે 8 વાગે તે આ દુકાન સામે આવીને ઊભો રહે છે. વળી આ દુકાનદાર પણ ખૂબ પ્રેમથી તેના માટે ચા બનાવે છે. જો કે હાથી રાજાની આ ચા બિલકુલ નિશુલ્ક છે. રતલામના આ હાથીની ચા પીવાની ચર્ચા શહેરભરમાં ફેલાઇ ગઇ છે. અનેક લોકો સવારે અહીં તેને જોવા અને આ દુકાનની ચા પીવા આવી જાય છે. લોકોને પણ રસ જાગ્યો છે કે આ દુકાનની ચામાં તેવું શું છે કે હાથી પણ તેનો દિવાનો થઇ ગયો છે. સવારે અનેક લોકો આ હાથીના આવવાની અને ચા પીવાની રાહ જોતા ઊભા હોય છે. ત્યારે ચાનો શોખીન આ હાથી હાલ અહીં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો