મુંબઈઃ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં 26 નવેમ્બર 2008ના રોજ થયેલા આતંકી હુમલા (26/11 Mumbai Terror Attack)ની આજે વરસી છે. આજના દિવસે જ 12 વર્ષ પહેલા આતંકવાદીઓએ ભારતની આર્થિક રાજધાની મુંબઈને પોતાનું નિશાન બનાવ્યું હતું. અસંખ્ય લોકોએ જીવ ગુમાવ્યો, અનેક બહાદુર જવાન શહીદ થઈ ગયા. સમગ્ર દેશ આજે શહીદોને યાદ કરી રહ્યો છે. તેમને યાદ કરનારાઓમાં ઉદ્યોગપતિ રતન ટાટા (Ratan Tata)નું નામ પણ સામેલ છે. ટાટાએ ટ્વીટર પોસ્ટના માધ્યમથી 26/11ના દર્દને યાદ કર્યું છે. તેઓએ પોતાની પોસ્ટમાં મુંબઈ (Mumbai)ના લોકોના પ્રયાસોની પણ પ્રશંસા કરી છે.
ટાટા સમૂહ (Tata Group)ના પૂર્વ ચેરમેન રતન ટાટાએ લખ્યું કે, આજના દિવસે જ 12 વર્ષ પહેલા થયેલો આટલો મોટો વિનાશ ક્યારેય ભૂલી નહીં ભૂલાય. પરંતુ તેનાથી પણ વધુ યાદગાર છે, તમામ મતભેદો ભૂલાવીને એ દિવસે આતંકવાદ અને વિનાશને હટાવવા મુંબઈના લોકો એક સાથે આવ્યા.
રતન ટાટાએ લખ્યું કે, આજે આપણે ચોક્કસપણે એ લોકોને યાદ કરીને દુઃખ વ્યક્ત કરીએ છીએ જેઓને આપણે ગુમાવ્યા છે અને એ બહાદુરોની કુરબાનીઓનું સન્માન કરીએ છીએ, જેઓએ દુશ્મનો પર જીત મેળવવામાં મદદ કરી. પરંતુ આપણે જે બાબતની સૌથી વધુ પ્રશંસા કરવી જોઈએ તે છે એકતા, દયાળુપણું અને કામ અને સંવેદનશીલતા, જેને આપણે સંભાળીને રાખવી જોઈએ. અને આશા છે કે આવનારા વર્ષોમાં તેની ચમક બરકરાર રહેશે.
વર્ષ 2008માં 26 નવેમ્બરે લશ્કર-એ-તૈયબા (Lashkar-e-Taiba)ના 10 આતંકવાદી દરિયાના રસ્તે મુંબઈ પહોંચ્યા હતા. આતંકવાદીઓએ તાજ હોટલ સહિત મુંબઈના અનેક વિસ્તારોને કબજામાં લઈ લીધા હતા. આ હુમલામાં 166 લોકોનાં મોત થયા હતા. જ્યારે 300થી વધુ લોકો ઘાયલ થયા હતા. તમામ પ્રયાસો બાદ આતંકવાદી અજમલ આમિર કસાબ (Ajmal Amir Kasab) જીવતો પકડાયો હતો. કસાબને 21 નવેમ્બર 2012ના રોજ ફાંસી આપવામાં આવી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર