નવી દિલ્હી : હૈદરાબાદમાં વેટનરી મહિલા ડૉક્ટર સાથે ગેંગરેપ અને હત્યા (Hyderabad Gangrape murder case) કરી બાદમાં સળગાવી દેવાનો મામલામાં સમાજવાદી પાર્ટીની રાજ્યસભા સાંસદ જયા બચ્ચન (Jaya Bachchan)એ ઘણી આકરી ટિપ્પણી કરી છે. જયા બચ્ચને કહ્યું કે, સરકાર અને વહીવટી તંત્ર પર સવાલ ઊભા કરતાં કહ્યું કે, જો તમે સુરક્ષા નથી આપી શકતા તો જનતાને ફેંસલો કરવા દો.
શિયાળુ સત્ર દરમિયાન સોમવારે ગૃહની બહાર પત્રકારો સાથે વાત કરતાં રાજ્યસભા સાંસદ જયા બચ્ચને કહ્યું કે, જો તમે સુરક્ષા નથી આપી શકતા તો ફેંસલો કરવાનો અધિકાર જનતાને આપી દો. જે લોકો સુરક્ષા નથી આપી શકતા, તે લોકો અપરાધ કરે છે તેમને જનતાને હવાલે કરી દેવા જોઈએ અને પછી તે લોકો ફેંસલો કરશે.
Rajya Sabha MP Jaya Bachchan: If you have not been able to provide security then leave it to the public to give judgement. Those who failed to provide security and those who committed the crime should be exposed in public, & then let people decide. https://t.co/bYMvOB1Ulhpic.twitter.com/khx6Zf4OvJ
આ પહેલા, સમાજવાદી પાર્ટીની રાજ્યસભા સાંસદ જયા બચ્ચન (Jaya Bachchan)એ કહ્યું કે, મને લાગે છે કે આ સમય છે જ્યારે લોકો ઈચ્છે છે કે સરકાર યોગ્ય અને મજૂબત જવાબ આપે. તેઓએ કહ્યું કે, આ પ્રકારના લોકો (બળાત્કારના આરોપી)ને સાર્વજનિક રીતે સજા આપવાની જરૂર છે.
રાજ્યસભા (Rajya Sabha)માં સભાપતિ વેંકૈયા નાયડૂ (M. venkaiah Naidu)એ કહ્યુ કે, હૈદરાબાદામાં જે ગયું તે આપણા સમાજ અને મૂલ્ય પ્રણાલી માટે અપમાનજનક છે. આપણે જોવું જોઈએ કે આવી ચીજો કેમ થઈ રહી છે અને આપણે ઉપાયો શોધવા જોઈએ. હું ઈચ્છું છું કે તમામ પોતાના સૂચનો આપે. તેઓએ કહ્યુ કે, બળાત્કારીઓને કોઈ દયા ન આપવી જોઈએ. કોઈ નવું બિલ નથી જોઈતું, પરંતુ ઈચ્છાશક્તિની આવશ્યક્તા છે.
ગૃહમાં કૉંગ્રેસ સહિત અનેક પાર્ટીઓએ આ મુદ્દો ઉઠાવ્યો. કૉંગ્રેસ (Congress) નેતા ગુલાબ નબી આઝાદ (Ghulam Nabi Azad)એ કહ્યુ કે, કોઈ પણ સરકાર કે નેતા નથી ઈચ્છતા કે આવી ઘટના તેમના રાજ્યમાં બને. આ સમસ્યા માત્ર કાયદો બનાવવાની નહીં ઉકેલાય. આવા કૃત્યોને દૂર કરવા માટે આવા અપરાધોની વિરુદ્ધ એક સાથે ઊભા રહેવાની જરૂર છે.
દેશ બાળકો અને મહિલાઓ માટે સુરક્ષિત નથી - AIADMK સાંસદ
AIADMKની રાજ્યસભા સાંસદ વિજિલા સત્યનાથ (Vijila Sathyananth)એ કહ્યું કે, દેશ બાળકો અને મહિલાઓ માટે સુરક્ષિત નથી. આ અપરાધને અંજામ આપનાા ચાર લોકોને 31 ડિસેમ્બર પહેલા મોતની સજા આપવી જોઈએ. ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપની કરવી જોઈએ. ન્યાયમાં વિલંબ ન્યાય ન કરવા બરાબર હોય છે.
કૉંગ્રેસની જ રાજ્યસભા સાંસદ અમી યાજ્ઞિક (Amee Yagnik)કહ્યું કે, હું જ્યૂડિશરી, લેજિસ્લેચર અને અન્ય તમામ સિસ્ટમ્સ સાથે અપીલ કરું છું કે આ સામાજિક પરિવર્તન માટે આગળ આવે. આ તાત્કાલીક પ્રભાવથી થવું જોઈએ.