Home /News /samachar /

રાજકોટનો દૂધવાળો બૂટેલગર! દૂધના કેનમાં કરતો હતો દારુની ડિલિવરી

રાજકોટનો દૂધવાળો બૂટેલગર! દૂધના કેનમાં કરતો હતો દારુની ડિલિવરી

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ મામલે હજુ નવો ખુલાસો કરવામાં આવે તે પહેલાં જ રાજકોટની બી ડિવિઝન પોલીસે દૂધના કેનમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો છે.

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ મામલે હજુ નવો ખુલાસો કરવામાં આવે તે પહેલાં જ રાજકોટની બી ડિવિઝન પોલીસે દૂધના કેનમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો છે.

  તાજેતરમાં જ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે (Rajkot crime branch) વિદેશી દારૂ ભરેલા દૂધના ટેન્કરને ઝડપી પાડયો હતો. દૂધના ટેન્કરમાં (Milk tanker) પાંચ હજારથી પણ વધુ વિદેશી દારૂની બોટલ કબજે કરવામાં આવી હતી. તો સાથે જ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ મામલે તપાસ પણ કરવામાં આવી રહી છે કે આખરે કેટલા સમયથી આ પ્રકારે દૂધના ટેન્કરમાં વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી. (દૂધના કેનની તસવીર) (અંકિત પોપટ, રાજકોટ)


  રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કઈ કઈ જગ્યાએ આ વિદેશી દારૂનું કટિંગ પણ કરવામાં આવતું હતું. તો સાથે જ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કેટલા કેટલા અને કયા કયા બુટલેગરો સામેલ છે. (દૂધના કેનની તસવીર)


  રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ મામલે હજુ નવો ખુલાસો કરવામાં આવે તે પહેલાં જ રાજકોટની બી ડિવિઝન પોલીસે દૂધના કેનમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો છે. આ કેસમાં સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસે નવાગામના સુરેશ કાઠીની ધરપકડ પણ કરી છે. (આરોપીની તસવીર)


  બી ડિવિઝન પોલીસ મથકના થાણા અધિકારી વી. જે. ફર્નાન્ડીસે ન્યૂઝ18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બી ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે નવાગામના સુરેશ કાઠી પોતાના દૂધના કેનની વિદેશી દારૂની બોટલની હેરફેર કરી રહ્યુ છે. (પ્રતિકાત્મક તસવીર)


  તેના આધારે તેના પર વોચ ગોઠવી તેને ઝડપી લેતાં તેના બાઈકમાં ટિંગાડવામાં આવેલ દૂધનાં કેનની તલાશી લેતા ૧૮ બોટલ વિદેશી દારૂ ની મળી આવી હતી. ત્યારે પોલીસે હાલ સુરેશ કાઠીની ૧૮ બોટલ વિદેશી દારુ તેમજ બાઈક અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે. (પ્રતિકાત્મક તસવીર)
  First published:

  આગામી સમાચાર