રાજકોટ : રાજકોટની (Rajko) બજારમાં ફરી એક વખત દુપટ્ટા ગેંગનો આતંક સામે આવ્યો છે. દુપટ્ટા ગેંગની ચાર જેટલી મહિલાઓ (Women) દ્વારા સોની બજારમાં આવેલ શક્તિ જ્વેલર્સમાં (Shakti Jewellers) ચારથી પાંચ કિલો ચાંદીના (Silver) દાગીનાના ડબ્બાની ચોરી (Theft) કરી હોવાની ઘટના સામે આવી છે. ત્યારે ફરી એક વખત રાજકોટ શહેરની સોની બજારમાં ધોળા દિવસે ચોરીની ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે. જે સમગ્ર ઘટના સીસીટીવી (CCTV Video) ફુટેજમાં કેદ થવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરની સોની બજારમાં શક્તિ જ્વેલર્સ નામે દુકાન આવેલી છે. જે દુકાનમાં ખરીદીના બહાને ચાર જેટલી મહિલાઓ દુકાનમાં પ્રવેશી હતી. ત્યારબાદ ચાર પૈકી એક મહિલાએ વેપારીને ખરીદી મામલે પોતાની વાતોમાં વ્યસ્ત રાખ્યો હતો. જ્યારે કે અન્ય બે મહિલાઓ દ્વારા ચોથી મહિલા ચોરી કરી શકે અને વેપારીની નજર ચોરી કરતા સમયે મહિલા પર ના પડે તે બાબતનું ધ્યાન રાખ્યું હતું.
સમગ્ર મામલે ફૂટેજમાં પણ સ્પષ્ટપણે જોઇ શકાય છે કે કઇ રીતે ચોથી મહિલા દ્વારા ચાંદીના દાગીનાની તિજોરીમાંથી ચોરી કરવામાં આવી રહી છે. કઈ રીતે સિફતાઈ પૂર્વક તે ચોરીની ઘટનાને અંજામ આપી રહી છે. સમગ્ર મામલે દુકાનના માલિક અનિલ મૂંધવા દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવવા બાબતની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
રાજકોટની સોની બજારમાં ચાંદીની ચોરી, ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલાઓ ચાર થી પાંચ કિલો ચાંદી લઇને ફરાર pic.twitter.com/2T7xvOgxYi
ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી સોની બજારમાં માત્ર ચાર દિવસ અગાઉ જ સોની વેપારી નું સીતેર તોલા સોનું લઇ બંગાળી મેનેજર ફરાર થઈ ગયો હોવાની ઘટના પણ સામે આવી હતી. સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા ત્યારે સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી માત્ર અરજીના આધારે જ તપાસ શરૂ કરી હોવાનું સામે આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરના સોની બજારમાં અવારનવાર ચોરી તેમજ છેતરપિંડીના કિસ્સાઓમાં આવતા રહેતા હોય છે. પોલીસ દ્વારા પણ નક્કર કામગીરી કરવામાં આવે તે પ્રકારનું સુર સોની વેપારીઓમાં ઉઠવા પામ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર