રાજકોટ : સૌ કોઈ જાણે છે કે વિશ્વમાં ગણિત ક્ષેત્રે ભારતનું કેટલું યોગદાન રહ્યું છે. વિશ્વને શૂન્યની ભેટ આપનાર બીજું કોઈ નહીં પરંતુ આપણો ભારત દેશ છે. મહાન ગણિતશાસ્ત્રી આર્યભટ્ટ દ્વારા વિશ્વને શૂન્યની ભેટ આપવામાં આવી હતી. આમ સદીઓથી વૈશ્વિક ક્ષેત્રે ભારતનો કોઇ ને કોઇ નાગરિક ગણિત ક્ષેત્રે પોતાનું યોગદાન આપતો રહ્યો છે, તેમજ વિશ્વ વિક્રમ નોંધાવતો રહ્યો છે. ત્યારે આવો જ એક વિશ્વ વિક્રમ સર્જ્યો છે માત્ર પહેલા ધોરણમાં અભ્યાસ કરતા રાજકોટના કાવ્યા કકાણિયાએ.
ઇન્ટરનેશનલ મેથેમેટિક ઓલમ્પિયાડ અંતર્ગત પરીક્ષા યોજવામાં આવતી હોય છે. તાજેતરમાં જ વિશ્વના 210 જેટલા દેશના વિદ્યાર્થીઓએ આ પરીક્ષામાં ભાગ લીધો હતો. જે પૈકી માત્ર 600 વિદ્યાર્થીઓએ ભારતમાંથી ભાગ લીધો હતો. ત્યારે રાજકોટના કાવ્યા કકાણિયા આ પરીક્ષામાં 40માંથી 40 ગુણ મેળવી વિશ્વમાં પ્રથમ આવ્યો છે.
કાવ્યા
ઇન્ટરનેશનલ મેથેમેટિક ઓલમ્પિયાડ દ્વારા આ પ્રકારની પરીક્ષા લેવાની શરૂઆત વર્ષ 1958થી કરવામાં આવી હતી. તાજેતરમાં જ લેવાયેલી પરીક્ષામાં વૈશ્વિક સ્તરે ડંકો વગાડનાર કાવ્યા ભારતનો સૌથી નાનો વયનો વિજેતા બન્યો છે. તેમજ કાવ્યાને આ પરીક્ષામાં પ્રથમ ક્રમાંક મળવા બદલ ઇન્ટરનેશનલ મેથેમેટિક ઓલમ્પિયાડ દ્વારા પ્રમાણપત્ર તેમજ ગોલ્ડ મેડલ પણ આપવામાં આવ્યાં છે.
સમગ્ર મામલે કાવ્યાના પરિવારજનોએ ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સામાન્યતઃ બાળકોમાં ગણિત અને વિજ્ઞાન પ્રત્યે પ્રમાણમાં બીજા વિષયો કરતાં ઓછી રૂચી જોવા મળતી હોય છે. પરંતુ કાવ્યાનો ઉછેર કરવામાં ક્યાંક ને ક્યાંક ગણિત વિષયને લગતી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેના કારણે તેને ગણિતમાં નાનપણથી જ રુચિ રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર