અંકિત પોપટ, રાજકોટઃ રાજકોટ મ્યૂનિસિપાલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ઇલેક્ટ્રીક બસની સેવાની શરૂઆત કરવામાં આવી. પહેલા તબક્કા માટે્ 150 જેટલી બસ ખરીદવામાં આવી છે. જો પ્રોજેક્ટ સફળ રહેશે તો વધુ બસો મગાવવામાં આવશે. આ ઇલેક્ટ્રીક બસના પ્રોજેક્ટના અનેક ફાયદા હોવાનું મનપા દ્વારા કહેવામાં આવી રહ્યું છે. આવો જાણીએ શું છે તેનો ફાયદો.
નાગરિકોને ઉત્તમ પરિવહન સુવિધા મળે અને શહેરના પર્યાવરણની પણ જાળવણી થઈ થશે કે તે માટે મનપાએ આજથી ઈલેક્ટ્રીક બસ શરૂ કરી છે. પહેલાતબક્કામાં 150 જેટલી ઈલેક્ટ્રીક બસ ખરીદવામાં આવી છે. જે બસનું આજથી ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું છે. આ બસોમાં CCTV, LED અને AC જેવી સુવિધા આપવામાં આવી છે.
હાલ ટ્રાયલ દરમિયાન મુસાફરોને બેસવા દેવામાં નહિં આવે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઉપયોગમાં લેવામાં આવનાર ઇલેકિટ્રક બસ સંપૂર્ણપણે પ્રદૂષણમુક્ત છે અને તેનાથી શહેરના પર્યાવરણની જાળવણીમાં પણ સારૂ એવું યોગદાન આપી શકાશે. સાથો સાથ નાગરિકોને પણ સ્વચ્છ, સુદ્યડ અને સુંદર બસમાં પરિવહન કરવાની સુવિધા પાપ્ત થશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર