Home /News /samachar /

રાજકોટમાં 11 વર્ષની બાળકીનું ડેન્ગ્યૂથી મોત, થોડા દિવસથી આવતો હતો તાવ

રાજકોટમાં 11 વર્ષની બાળકીનું ડેન્ગ્યૂથી મોત, થોડા દિવસથી આવતો હતો તાવ

  અંકિત પોપટ, રાજકોટ : રાજ્યભરમાં વરસાદ (monsoon) પછી મચ્છરજન્ય રોગે માથું ઉંકક્યું છે. ડેન્ગ્યૂ (Dengue) અને મેલેરિયાનાં (Malaria) કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ત્યારે રાજકોટમાં (Rajkot) ડેન્ગ્યૂનાં કારણે 11 વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે. બાળકીની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી તે દરમિયાન મોત નીપજ્યું છે. ગઇકાલે જામનગરમાં ડેન્ગ્યૂનાં કારણે એક વૃધ્ધનું સારવારમાં મોત નિપજ્યુ હતું.

  તાન આવતા દવાખાનામાં દાખલ હતી

  શહેરનાં હસનવાડી-2 ત્રિશૂલ ચોક પાસે રહેતા જયેશભાઇ લાવડિયાની 11 વર્ષની દીકરી ક્રિષ્નાને તાવ આવતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેનું મોત થયું હતું. મનપા દૈનિક 15 હજારથી વધુ ઘરોમાં સરવેની કામગીરી કરતું હોવાનો દાવો કરી રહ્યું છે. રાજકોટમાં જાન્યુઆરીથી અત્યાર સુધીમાં અંદાજે 300 ડેન્ગ્યૂના કેસ મહાનગરપાલિકાના ચોપડે નોંધાયા છે.

  જામનગરમાં વૃદ્ધનું મોત નીપજ્યું હતું

  જામનગરમાં ડેન્ગ્યૂનો કહેર સતત ચાલુ રહેલ છે. દરમ્યાન શહેરની પટેલ કોલોની વિસ્તારમાં રહેતા પાસ્કલ ગોડવીન આનંદ નામના 62 વર્ષના વૃદ્ધને ગત 12 તારીખનાં રોજ તાવમાં સપડાયા બાદ જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ સારવાર દરમ્યાન તેનું મૃત્યુ નીપજયું હતું.

  આ પણ વાંચો : અમદાવાદ રોગચાળાનાં ભરડામાં, જાણો ડેન્ગ્યુ અને મેલેરિયાથી કેવી રીતે બચશો

  હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની કામગીરી

  ડેન્ગ્યૂના રોગચાળા પર નિયંત્રણ માટે સમગ્ર રાજ્યમાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની કામગીરી હાથ ધરાઇ છે. જેમાં રાજ્યની 97 ટકા વસ્તી આવરી લેવામાં આવી છે. રાજ્યના સંવેદનશીલ વિસ્તારોમાં 235 વેક્ટર કંટ્રોલ ટીમો કાર્યરત કરાઇ છે. 46 જેટલા કેન્દ્રો ખાતે ડેન્ગ્યૂનાં વિનામૂલ્યે નિદાનની વ્યવસ્થા ઉપલબ્ધ કરાઇ છે. ગાંધીનગર મહાનગરપાલિકામાં જિલ્લા મેલેરિયા અધિકારીને પ્રતિનિયુક્તિ પર મૂકાયા છે.

  104 હેલ્પલાઇન હેઠળ તાવની ઘરેબેઠા સારવાર

  રાજ્યમાં વાહકજન્ય રોગચાળાને નિયંત્રણમાં લાવવા માટે 104 હેલ્પલાઇનનો વ્યાપ વધારવામાં આવ્યો છે. આ હેલ્પલાઇન અંતર્ગત તાવના કેસોમાં ઘરેબેઠા સારવાર આપવાની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. આરોગ્ય વિભાગના સચિવ જયંતિ રવિએ કહ્યું કે નાગરિકો તાવ કે મેલેરિયા જેવી બિમારીમાં આ હેલ્પલાઇનનો સંપર્ક કરીને તમામ માર્ગદર્શન મેળવી શકશે.
  First published:

  આગામી સમાચાર