Home /News /samachar /

પુલવામામાં શહીદ થયેલા જવાનોના બે બાળકોને પોતાની સ્કૂલમાં ભણાવે છે સેહવાગ

પુલવામામાં શહીદ થયેલા જવાનોના બે બાળકોને પોતાની સ્કૂલમાં ભણાવે છે સેહવાગ

સેહવાગે કહ્યું - હું ગૌરવ અનુભવી રહ્યો છું કે આ મારી સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે

સેહવાગે કહ્યું - હું ગૌરવ અનુભવી રહ્યો છું કે આ મારી સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે

    નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પુલવામામાં એક વર્ષ પહેલા 14 ફેબ્રુઆરી 2019ના દિવસે સીઆરપીએફના જવાનો પર આતંકવાદી હુમલો થયો હતો. જેમાં 40 જવાન શહીદ થયા હતા. આ હુમલામાં શહીદ થયેલા 2 જવાનોના બાળકોને ભારતના પૂર્વ સ્ટાર ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગ પોતાની સ્કૂલમાં ભણાવી રહ્યો છે.


    સેહવાગે ગુરુવારે ટ્વિટર પર બંને બાળકોના ફોટો શેર કર્યા હતા. જેમાં એક બાળક બેટિંગ કરતો જોવા મળી રહ્યો છે. જ્યારે બીજો બોલિંગ કરતો જોવા મળી રહ્યો છે. સેહવાગે ફોટો શેર કરતા લખ્યું હતું કે - આ પ્રથમ તસવીરમાં અર્પિત સિંહ બેટિંગ કરી રહ્યો છે. જે પુલાવામામાં શહીદ થયેલા જવાન રામ વકીલનો પુત્ર છે. જ્યારે બીજી તસવીરમાં બોલિંગ કરી રહેલો બોલર રાહુલ સોરેંગ છે. જે પુલવામામાં શહીદ થયેલા જવાન વિજય સોરેંગનો પુત્ર છે.


    પૂર્વ ઓપનર બેટ્સમેન સેહવાગે આગળ લખ્યું હતું કે હું ગૌરવ અનુભવી રહ્યો છું કે આ મારી સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સેહવાગની સ્કૂલ હરિયાણામાં છે. તે પોતાની સ્કૂલમાં પૂર્વ ક્રિકેટરોને પણ આમંત્રિત કરતો હોય છે.


    સેહવાગ ભારત તરફથી 251 વન-ડે, 104 ટેસ્ટ અને 19 ટી-20 મેચ રમી ચૂક્યો છે.
    First published:

    આગામી સમાચાર