સર્વેશ દુબે, પ્રયાગરાજ: અલાહાબાદ હાઈકોર્ટે લીવ-ઇન રિલેશનશિપના એક કેસમાં શામલી પોલીસને આદેશ કર્યો છે કે સમલૈંગિક સંબંધમાં રહેતી બંને યુવતીને સુરક્ષા પુરી પાડવામાં આવે. બંને યુવતીએ કોર્ટમાં અરજી કરી હતી કે, બંનેને સમજા તરફથી પરેશાન કરવામાં આવી રહી છે. અલાહાબાદ હાઈકોર્ટે (Allahabad high Court) લીવ-ઇન સંબંધ (Live-In Relationship)માં રહેતી બે યુવતીનો સમાજમાં થઈ રહેલા વિરોધ અંગે કહ્યુ છે કે સમાજની નૈતિકતા કોર્ટના ફેંસલાને પ્રભાવિત ન કરી શકે. કોર્ટની ફરજ છે કે તે બંધારણીય નૈતિકતા તેમજ લોકોના અધિકારોનું રક્ષણ કરે. આ મામલે કોર્ટે શામલી પોલીસ વડાને અરજીકર્તા બંને યુવતીને સુરક્ષા આપવાનો આદેશ કર્યો છે. સાથે જ એવું કહ્યું છે કે બંને યુવતીને કોઈ પણ પરેશાન ન કરે.
શું છે કેસ?
શાલીના તૈમૂરશાહની નિવાસી સુલ્તાના મિર્ઝા તેમજ વિવેક વિહારમાં રહેતી કિરણ રાનીએ કોર્ટમાં અરજી કરી હતી કે બંને પુખ્ત વયની છે. બંને નોકરી કરી રહી છે અને ઘણા લાંબા સમયથી લીવ-ઇન રિલેશનશિપમાં રહે છે. આ વાતનો પરિવાર અને સમાજ વિરોધ કરી રહ્યા છે. બંનેને પરેશાન કરવામાં આવી રહી છે. પોલીસની સુરક્ષા પણ નથી મળી રહી.
બંનેનો તર્ક હતો કે વિશ્વના અનેક દેશ સહિત સુપ્રીમ કોર્ટે પણ નવતેજસિંહ જોહર કેસમાં સમલૈંગિકતાને માન્યતા આપી છે. લીવ-ઇન રિલેશનશિપને યોગ્ય ગણાવી છે. અલાહાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ શશિકાંત ગુપ્તા અને ન્યાયધીશ પંકજ ભાટિયાની ખંડપીઠ સામે આ કેસ આવ્યો હતો.
આ પણ જુઓ-
ન્યાયાધીશ શશિકાંત ગુપ્ત અને ન્યાયાધીશ પંકજ ભાટિયાની ખંડપીઠે કહ્યું કે, સેક્સને જીવનનું અધિકાર અંગ માનવામાં આવ્યું છે. તેમને પોતાની મરજીથી જીવન જીવવાનો હક છે. અનુચ્છેદ 21 પ્રમાણે સેક્સ્યુઅલ ઓરિએન્ટેશનનો અધિકાર સામેલ છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે કોર્ટની જવાબદારી છે કે તે બંધારણીય અધિકારોનું રક્ષણ કરે. આથી જ શામલી પોલીસને અરજીકર્તા બંને યુવતીને સુરક્ષા આપવાનો આદેશ કર્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર