Home /News /samachar /રાજકોટમાં વધુ એક ખાનગી સ્કૂલની મનમાની, વાલીઓ પાસે ફી ભરવા કરાય છે દબાણ

રાજકોટમાં વધુ એક ખાનગી સ્કૂલની મનમાની, વાલીઓ પાસે ફી ભરવા કરાય છે દબાણ

રાજકોટ ખાનગી શાળા સંચાલકના પ્રમુખ અજય પટેલે જણાવ્યું હતું કે રાજકોટની બે ખાનગી શાળા ફી માટે વાલીને દબાણ કરતા હોવાની ફરિયાદ મળતા સંચાલક મંડળે નોટિસ પાઠવી

રાજકોટ ખાનગી શાળા સંચાલકના પ્રમુખ અજય પટેલે જણાવ્યું હતું કે રાજકોટની બે ખાનગી શાળા ફી માટે વાલીને દબાણ કરતા હોવાની ફરિયાદ મળતા સંચાલક મંડળે નોટિસ પાઠવી

    રાજકોટ : એક તરફ લૉકડાઉન છે બીજી તરફ લોકોના ધંધા રોજગાર પણ બંધ છે. આવા સમયે કેટલાક શાળા સંચાલકો ભાન ભૂલી અને વાલીઓ પાસે ફી ની માંગ કરી રહ્યા છે. રાજકોટની મોદી સ્કૂલ બાદ RKC સ્કૂલ દ્વારા પણ વાલીઓ પાસે ફી ની માંગ કરતી હોવાની ફરિયાદ જિલ્લા શિક્ષણ અધિકારીને મળતા નોટિસ પાઠવી પરિસ્થિતિ રાબેતા મુજબ ન થાય ત્યાં સુધી કોઇ પાસે ફી ન માંગવા સૂચના આપવામાં આવી છે.

    રાજકોટ ખાનગી શાળા સંચાલકના પ્રમુખ અજય પટેલે જણાવ્યું હતું કે રાજકોટની બે ખાનગી શાળા ફી માટે વાલીને દબાણ કરતા હોવાની ફરિયાદ મળતા સંચાલક મંડળે નોટિસ પાઠવી છે. સાથે-સાથે જ્યાં સુધી પરિસ્થિતિ નોર્મલ ન થાય ત્યાં સુધી ફી ન લેવા નિર્ણય કર્યો છે. ઉપરાંત હાલમાં વેકેશનનો સમય હોવાથી JEE અને NEET સિવાય કોઈ પણ શાળાએ ઓનલાઈન કલાસીસ પણ ન ચલાવવા સૂચના આપવામાં આવી છે.

    આ પણ વાંચો - 90% મુસ્લિમ વસ્તીવાળા આ દેશમાં કેમ થઈ રહી છે હિન્દુ પરંપરાની પ્રશંસા



    ઉલ્લેખનીય છે કે રાજકોટની મોદી સ્કૂલ હર હમેશ સરકારના નિયમોને ગણકારતી હોતી નથી અને વિવાદોના ઘેરામાં રહેતી હોય છે. આમ છતાં સરકાર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં શા માટે નથી આવતી તે પણ એક સવાલ છે. બીજી તરફ કોંગ્રેસ અને યુથકોંગ્રેસના આગેવાનો એ ડીઈઓને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી. ડીઈઓને પુરાવા આપી કોંગ્રેસે સ્કૂલ સમક્ષ પગલાં લેવાની માંગ કરી છે અને જો આગામી દિવસોમાં સ્કૂલ સામે પગલાં ભરવામાં નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી.
    " isDesktop="true" id="980400" >
    First published:

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन