મુંબઈ : ઓસ્ટ્રેલિયા સામે વન-ડે શ્રેણી પછી ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડના પ્રવાસે જવાની છે. જ્યાં ટીમ ઇન્ડિયા ટી-20, વન-ડે અને ટેસ્ટ શ્રેણી રમશે. ભારતીય ટીમે રવિવારે ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટી-20 ટીમની જાહેરાત કરી હતી પણ રસપ્રદ વાત એ છે કે વન ડે અને ટેસ્ટ ટીમની જાહેરાત કરાઈ ન હતી. હવે તેનું કારણ સામે આવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સના મતે ટીમ ઇન્ડિયાએ વન-ડે અને ટેસ્ટ ટીમની જાહેરાત પૃથ્વી શો (Prithvi Shaw)ના કારણે ટાળી દીધી છે.
પૃથ્વી શો ના ફિટનેસ રિપોર્ટની રાહ!
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ટીમ ઇન્ડિયાના પસંદગીકારો પૃથ્વી શો ના ફિટનેસ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે. પૃથ્વી ને રણજી ટ્રોફી મેચ દરમિયાન ખભામાં ઇજા પહોંચી હતી. જેના કારણે ન્યૂઝીલેમ્ડ-એ સામે રમાનાર બે પ્રેક્ટિસ મેચમાંથી બહાર થઈ ગયો છે. પસંદગીકારો ઇચ્છે છે કે પૃથ્વી શો ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી પહેલા ફિટ થઈ જાય, જેની શરુઆત 21 ફેબ્રુઆરીથી હેમિલ્ટનમાં થવાની છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ટીમ ઇન્ડિયાની વન-ડે અને ટેસ્ટ ટીમની જાહેરાત 19 ફેબ્રુઆરીએ થઈ શકે છે. આ દિવસે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે અંતિમ વન ડે રમશે. વિરાટ એન્ડ કંપની ન્યૂઝીલેન્ડ પ્રવાસે ત્રણ મેચની વન-ડે શ્રેણી રમશે.
શાનદાર ફોર્મમાં છે પૃથ્વી શો
ડોપિંગ પ્રતિબંધ પછી પૃથ્વી શો એ મેદાનમાં શાનદાર વાપસી કરી છે.આ રણજી સિઝનની ત્રણ મેચમાં શો એ જોરદાર પ્રદર્શન કર્યું છે. બરોડા સામે પૃથ્વી એ 202 અને 66 રનની ઇનિંગ્સ રમી હતી. જેના કારણે ટીમે 309 રને વિજય મેળવ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર