Home /News /samachar /કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો સાથ આપવો તુર્કીને ભારે પડ્યો, PM મોદીએ પ્રવાસ રદ કર્યો

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો સાથ આપવો તુર્કીને ભારે પડ્યો, PM મોદીએ પ્રવાસ રદ કર્યો

UNGAમાં કાશ્મીર મુદ્દે તુર્કીના રાષ્ટ્રપતિએ પાકિસ્તાનનો સાથ આપ્યો હતો

UNGAમાં કાશ્મીર મુદ્દે તુર્કીના રાષ્ટ્રપતિએ પાકિસ્તાનનો સાથ આપ્યો હતો

    નવી દિલ્હી : તુર્કી (Turkey)ના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ અર્દોગાન (Recep Tayyip Erdoğan) દ્વારા સંયુક્ત રાષ્ટ્ર મહાસભા United Nations General Assembly UNGA)માં કાશ્મીર મુદ્દો (Kashmir Issue) ઉઠાવવા અને તુર્કી દ્વારા ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) બેઠકમાં ખુલીને પાકિસ્તાનનો સાથ આપ્યા બાદ, ભારતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ના પ્રસ્તાવિત તુર્કી પ્રવાસને રદ કરી દીધો છે.

    વડાપ્રધાન મોદી એક મોટા રોકાણ સંમેલનમાં ભાગ લેવા માટે 27-28 ઑક્ટોબરે સાઉદી અરેબિયા (Saudi Arab) જઈ રહ્યા છે. તેઓને ત્યાંથી તુર્કી જવાનું હતું પરંતુ હવે તેઓ ત્યાં નથી જવાના.

    તુર્કી અને ભારત (India)ના સંબંધો ક્યારેય બહુ હકારાત્મક નથી રહ્યા પરંતુ આ પ્રવાસ રદ થવાથી સ્પષ્ટ થઈ ગયું છે કે બંને દેશોના સંબંધોમાં ખટરાગ ઊભો થઈ ગયો છે.

    વિદેશ મંત્રાલયે કોઈ જાણકારી નથી આપી

    >> મોદીના અંકારા પ્રવાસ પર સૈદ્ધાંતિક રીતે સહમિત બની ગઈ હતી અને તેમાં અન્ય મુદ્દાઓ ઉપરાંત વેપાર અને રક્ષા સહયોગ પર વાત થવાની હતી.
    >> વિદેશ મંત્રાલયે આ પ્રવાસ વિશે કોઈ જાણકારી નથી. આપી. એક સૂત્રએ કહ્યુ કે, પ્રવાસ પર કોઈ નિર્ણય નથી લેવાયો. તેથી તેને રદ કરવા જેવી કોઈ વાત જ નથી.

    તુર્કીએ પાકિસ્તાનનું ખુલીને સમર્થન કર્યુ

    કાશ્મીર મુદ્દે પહેલા ચીન ખુલીને સામે નહોતું આવ્યું પરંતુ ચીનનું વલણ પાકિસ્તાન પ્રત્યે જગજાહેર છે. આતંકવાદ રોકવા પર ચીન, તુર્કી અને મલેશિયાએ પાકિસ્તાન દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાંના વખાણ કર્યા હતા. ભારતે આ દલીલ પર ઇસ્લામાબાદને બ્લેકલિસ્ટ કરવાની ભલામણ કરી હતી કે તેણે હાફિજ સઈદને પોતાના ફ્રીઝ ખાતાઓમાંથી પૈસા ઉપાડવાની મંજૂરી આપી છે. પાકિસ્તાનમાં આપવામાં આવેલી માફી યોજના પર ચિંતા વ્યક્ત કરી હતી.

    તુર્કી, ચીન અને મલેશિયા દ્વારા એક સાથે આપવામાં આવેલા સમર્થનના આધારે FATFએ પાકિસ્તાનને બ્લેકલિસ્ટમાં સામેલ ન કરવા અને બાકી પગલાં ઉઠાવવા માટે વધુ સમય આપવાનો નિર્ણય કર્યો. 36 દેશોવાળા FATF ચાર્ટર મુજબ, કોઈ પણ દેશને બ્લેકલિસ્ટ ન કરવા માટે ઓછામાં ઓવા ત્રણ દેશોનું સમર્થન હોવું જરૂરી હોય છે.

    આ પણ વાંચો,

    ભારતના પાણીનું એક ટીપું પણ પાકિસ્તાન જવા દઈશ નહીં: PM મોદી
    ઇમરાન ખાન સરકાર વિપક્ષના પ્રદર્શનોને સેનાની મદદથી કચડી નાખશે!
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો