Home /News /samachar /

FB પર મિત્રતા કેળવીને લગ્નની લાલચ આપી, જુદા જુદા શહેરોમાં ફરી આચર્યું દુષ્કર્મ

FB પર મિત્રતા કેળવીને લગ્નની લાલચ આપી, જુદા જુદા શહેરોમાં ફરી આચર્યું દુષ્કર્મ

યુવાને લગ્નની લાલચ આપીને તેને અલગ અલગ શહેરોમાં ફેરવીને તેની પર દુષ્કર્મ આચર્યું હતું.

યુવાને લગ્નની લાલચ આપીને તેને અલગ અલગ શહેરોમાં ફેરવીને તેની પર દુષ્કર્મ આચર્યું હતું.

    અતૂલ વ્યાસ, જૂનાગઢ : જૂનાગઢની યુવતીએ પોરબંદનાં યુવક સાથે સોશિયલ મીડિયાની મદદથી મિત્રતા કરી હતી. જેમાં યુવાને લગ્નની લાલચ આપીને તેને અલગ અલગ શહેરોમાં ફેરવીને તેની પર દુષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં યુવતીએ કમલેશ હરીલાલ મકવાણા સામે ફરીયાદ નોંધાવી છે.

    આ મામલે મળતી માહિતી પ્રમાણે જૂનાગઢની એક યુવતી સાથે પોરબંદરનાં યુવાને ફેસબુકનાં માધ્યમથી ફ્રેન્ડશીપ કરી હતી. જે બાદ તેઓ તેમાં મેસેજ જ વાતો કરતા હતાં. મિત્રતા પછી યુવાને 18 વર્ષની યુવતીને લગ્નની લાલચ આપી હતી. આ લાલચ આપીને જુદા જુદા શહેરોમાં ફેરવી તેના પર અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું.

    આ પણ વાંચો : વડોદરામાં ધો.10માં ભણતી સગીરાનું ધર્મપરિવર્તન કરવા બ્રેઈનવોશ કરી આચર્યું દુષ્કર્મ

    જૂનાગઢની યુવતીને પોરબંદરનાં કડીયા પ્લોટમાં રહેતા કમલેશ હરીલાલ મકવાણા નામનાં યુવાન સાથે ફેસબુકમાં ફ્રેન્ડશીપ થઇ હતી. બે વર્ષની મિત્રતા દરમિયાન કમલેશે તેની સાથે ચેટીંગમાં લગ્નની લાલચ આપી હતી. અને આખરે તેની સાથે જુદા જુદા સ્થળે ફર્યો. અને તેના પર દુષ્કર્મ આચર્યું હતું.

    આ બનાવની યુવતીએ કમલેશ સામે એ ડિવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन