Home /News /samachar /અમદાવાદ : પોપ્યુલર બિલ્ડર્સનાં 18 લોકરો સીલ, 150 કરોડથી વધુના બેનામી વ્યવહાર સામે આવ્યા

અમદાવાદ : પોપ્યુલર બિલ્ડર્સનાં 18 લોકરો સીલ, 150 કરોડથી વધુના બેનામી વ્યવહાર સામે આવ્યા

શહેરની સહકારી અને રાષ્ટ્રીયકૃત તથા ખાનગી બેન્કોમાં આવેલા 18 લોકર સીલ કરવામાં આવ્યા છે.

શહેરની સહકારી અને રાષ્ટ્રીયકૃત તથા ખાનગી બેન્કોમાં આવેલા 18 લોકર સીલ કરવામાં આવ્યા છે.

    અમદાવાદ શહેરમાં (Ahmedabad) પોપ્યુલર બિલ્ડર્સના (Popular Builders) ભાઈઓ, પરિવારજનો અને એસ્ટેટ બ્રોકર્સના 27 સ્થળે દરોડા પાડી આવકવેરા વિભાગે બીજા દિવસની કામગીરી દરમિયાન 69 લાખની રોકડ, 82 લાખનું ઝવેરાત જપ્ત કર્યા, કુલ 18 બેન્ક લોકર્સ સીઝ કર્યા છે. આવકવેરાના 150 જેટલા અધિકારીઓએ આ દરોડા પાડ્યા હતા. જેમાં 150 કરોડ જેટલા બેનામી વહેવારો સામે આવ્યા છે.

    18 લોકરો સીલ કરાયા

    શહેરની સહકારી અને રાષ્ટ્રીયકૃત તથા ખાનગી બેન્કોમાં આવેલા 18 લોકર સીલ કરવામાં આવ્યા છે. આ લોકર આવતા અઠવાડિયે ખોલીને તેમાં શું પડયું છે તેની વિગતો બહાર કાઢવામાં આવશે. આ સાથે મોટી સંખ્યામાં મોબાઈલ ફોન, પેન ડ્રાઈવ અને કોમ્પ્યુટર પણ જપ્ત કરવામાં આવ્યા છે. પોપ્યુલર ગ્રુપના માલિક રમણ પટેલ અને તેના પુત્ર જેલમાં હોવાથી તેમના નિવેદન લેવાના બાકી છે. 90 ટકા સ્થળોએ દરોડાની કાર્યવાહી સમેટાઈ ગઈ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

    આ પણ વાંચો - 

    નવરાત્રીમાં ખુલ્લુ રહેશે અંબાજી મંદિર, જાણી લો દર્શનનાં સમયમાં થયેલો ફેરફાર

    બનાસકાંઠા : બે બાઇક વચ્ચે ધડાકાભેર ટક્કર થતાં 3નાં મોત, અમીરગઢ પંથકમાં અકસ્માતનો સીલસીલો યથાવત

    નાણાંને ફેરવવા માટે 96 કંપનીઓ બનાવાઇ

    પોપ્યુલર ગ્રુપે 100 કરોડથી વધુ કિંમતની દુકાનો અને મકાનોનું રોકડમાં વેચાણ કર્યું હતું. આ ઉપરાંત રમણ પટેલ અને પરિવારના અન્ય સભ્યોના મોબાઇલ ફોન, પેન ડ્રાઇવ અને કમ્પ્યૂટર જપ્ત કરાયા છે. ઇન્કમટેક્સ વિભાગે તમામના પાસવર્ડ મેળવી તપાસ હાથ ધરી છે. પોપ્યુલર ગ્રુપની 96 કંપનીઓ સરખા જ થોડાક જ એડ્રેસ પર રજિસ્ટર કરવામાં આવી છે. આ કંપનીઓનો ઉપયોગ જમીનના નાણાંને ફેરવવા માટે કરવામાં આવતો હતો.

    આ પણ જુઓ - 
    " isDesktop="true" id="1033890" >



    પરિવારનાં નિવેદનો લીધા

    આવકવેરાની ટીમ ગ્રૂપના હિસાબ રાખતા એકાઉન્ટન્ટનું પણ નિવેદન લીધું છે. આજરોજ આવકવેરાની ટીમે બિલ્ડર ગ્રપના 4 ભાઇઓ રમણ પટેલ, છગનભાઇ પટેલ, દશરથ પટેલ અને વિરેન્દ્ર પટેલના પોપ્યુલર પાર્કના નિવાસે પણ દરોડ પાડીને ત્યાં હાજર રહેલાના નિવેદનો લીધાં છે. પરિવારના અન્ય સભ્યોના પણ નિવેદન લેવાની કામગીરી મોડીરાત્રી સુધી ચાલુ રહી હતી. કંપનીઓ તેમના આઇટી રિટર્નમાં આવક પણ ઓછી બતાવીને ટેકસ ચોરી કરતા હતા.
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો