દિલ્હી-એનસીઆર (Delhi-NCR)માં લોકોએ રાતભર દિવાળીના (Diwali) ફટાકડા (Fireworks) ફાડ્યા. જેના કારણે રાતથી જ આકાશમાં ધુમાડો છવાઇ ગયો. અને આખા વાતાવરણમાં દારૂગોળાની ગંધ ફેલાઇ ગઇ. સાથે જ હવામાં ધૂળના કણ પણ વધી ગયા. લોકોને રાતે જ શ્વાસ લેવામાં મુશ્કેલી થા લાગી હતી. અને અસ્થમાના રોગીઓ માસ્ક પહેરી ફરતા નજરે પડ્યા હતા.
રવિવાર સાંજે જ દિલ્હી-એનસીઆરમાં લોકો ફટાકડા ફોડી રહ્યા હતા. જે પછી હવામાન વિભાગે (IMD) મુજબ દિલ્હીના લોઘી રોડ વિસ્તાર પર એર ક્વોલિટી ઇન્ડેક્સ 306 સુધી પહોંચી ગયો હતો. જેને ખૂબ જ ખતરનાક સ્તર માનવામાં આવે છે. ત્યાં જ નોયડામાં આ સ્તર 365 સુધી પહોંચી ગયું છે જેને પણ ખરાબ માનવામાં આવે છે. રાષ્ટ્રીય રાજધાનીમાં રવિવાર સવારથી જ ધુમ્મસ જેવી સ્થિતિ ઊભી થઇ હતી. દિવાળી પહેલા જ હવામાં ઝેર ફેલાવાનું શરૂ થઇ ગયું હતું. 0 થી 50 ની વચ્ચે એક્યૂઆઇને સારું માનવામાં આવે છે. જ્યારે 51 અને 100ની વચ્ચે સંતોષજનક, 101 અને 200ની વચ્ચે મધ્યમ, 201 થી 300 ની વચ્ચે ખરાબ અને 301 થી 400 ની વચ્ચે ખૂબ જ ખરાબ તેમ જ 401 થી 500 વચ્ચેને ગંભીર શ્રેણીનું હવા પ્રદૂષમ માનવામાં આવે છે.
શનિવારે જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે પડોશી રાજ્યમાં પરાળી બાળવાને કારણે નીકળતા ધુમાડો દિલ્હી પહોંચવા લાગ્યો છે. અને હવાની ગુણવત્તા બગડી ગઇ છે. તેમણે કગ્યું કે વ્યાપક રૂપથી દિલ્હીમાં આવતો ધુમાડો હરિયાણામાં કરનાલમાં પરાળી બાળવાને કારણે આવે છે.
કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિક વાયુ ગુણવત્તા અને હવામાન પૂર્વાનુમાન અને અનુસંધાન પ્રણાલીએ કહ્યું કે પરાળી બાળવાના કારણે નિકળતો ધુમાડો 15 ઓક્ટોબર સુધી દિલ્હીના પ્રદૂષણનો 6 ટકા ભાગ બની જશે. ગ્રેડેડ રિસ્પાંસ એક્શન પ્લાનના 10 સદસ્યીય કાર્યબળે શુક્રવારે પંજાબ અને હરિયાણામાં પરાળી બાળવાની ઘટના અને દિલ્હી એનસીઆરમાં વાયુની ગુણવત્તા પર તેના સંભવિત પ્રભાવને લઇને એક બેઠક આયોજીત કરી હતી.
Published by:Pankaj Jain
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર