Home /News /samachar /

અમદાવાદઃ વોટ્સઅપ ઉપર બ્લોક કરતા યુવકે મનોરંજન માટે યુવતી સાથે કર્યું 'આવું'

અમદાવાદઃ વોટ્સઅપ ઉપર બ્લોક કરતા યુવકે મનોરંજન માટે યુવતી સાથે કર્યું 'આવું'

છેલ્લા કેટલાક સમયની વાત કરીએ તો સોશિયલ મીડિયામાં બનાવટી પ્રોફાઇલ બનાવીને બદલો લેવાના હેતુથી બીભત્સ લખાણ કે ફોટો અપલોડ કર્યા હતા.

છેલ્લા કેટલાક સમયની વાત કરીએ તો સોશિયલ મીડિયામાં બનાવટી પ્રોફાઇલ બનાવીને બદલો લેવાના હેતુથી બીભત્સ લખાણ કે ફોટો અપલોડ કર્યા હતા.

    અમદાવાદઃ એક તરફ ટેકનોલોજી સ્તરે વિશ્વ હરણફાળ ભરી રહ્યું છે. તો બીજી તરફ સમાજમાં કેટલાક એવા વિકૃતો છે કે જે બદલો લેવાની ભાવનાથી ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યાં છે. છેલ્લા કેટલાક સમયની વાત કરીએ તો સોશીયલ મીડિયામાં (social media) બનાવટી પ્રોફાઇલ બનાવીને બદલો લેવાના હેતુથી બીભત્સ લખાણ કે ફોટો અપલોડ કર્યા હોવાની અનેક ફરિયાદો સાયબર ક્રાઇમમાં (cyber crime) દાખલ થઇ છે.

    અમદાવાદ સાયબર ક્રાઇમએ (Ahemdabad cyber crime) ઇન્સ્ટાગ્રામ (Instagram) પર બનાવટી આઇડી બનાવીને યુવતી અને તેની બહેનપણીના ફોટો બીજી બીભત્સ ફોટો સાથે એડીટ કરીને અપલોડ કરનાર આરોપીની ધરપકડ કરી છે.

    સાયબર ક્રાઇમએ રખીયાલના મોહંમદ આરીફ શાહ નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપીને તેના જ ઘરની નજીકમાં રહેતી એક યુવતી સાથે મિત્રતા હતી. અને બંન્ને વોટ્સઅપ પર ચેટિંગ પણ કરતાં હતાં. જો કે એક દિવસ આરોપીએ ફરિયાદીને મસ્તીમાં પોતે તેને લાઇક કરતા હોવાનો મેસેજ કર્યો હતો. જે ફરીયાદી યુવતીને ના ગમતા તેણે આરોપીને બ્લોક કરી દીધેલ હતો.

    જેથી આરોપીએ પોતાના મનોરંજન માટે ઇન્સ્ટાગ્રામ પર એક આઇડી બનાવ્યું હતું. અને યુવતીએ અગાઉ તેની બહેનપણી સાથેના ફોટો વોટ્સઅપ સ્ટેટસ પર મુક્યા હતાં તે ફોટોના સ્ક્રીનશોટ આરોપીએ લીધા હતાં. જે સાદા ફોટોને બીજા બીભત્સ ફોટાઓ સાથે એડીટ કરીને આરોપીએ ઇન્સ્ટાગ્રામ પર મુક્યા હતાં.

    સમગ્ર ઘટનાની જાણ સાયબર ક્રાઇમને કરતાં જ પોલીસએ આરોપીની ધરપકડ કરી છે. આરોપી રખીયાલનો રહેવાસી હોવાનું જાણવા મળેલ છે.
    First published:

    આગામી સમાચાર