Home /News /samachar /

PM મોદી ગુજરાતના નેતાઓથી નારાજ? એરપોર્ટ પર જીતુ વાઘાણી પ્રત્યે નારાજગી જોવા મળી

PM મોદી ગુજરાતના નેતાઓથી નારાજ? એરપોર્ટ પર જીતુ વાઘાણી પ્રત્યે નારાજગી જોવા મળી

ગુજરાતના નેતાઓએ એરપોર્ટ પર નરેન્દ્ર મોદીના કરેલા સ્વાગત દરમિયાન PMની બોડી લેંગ્વેજ ઘણું બધું કહી જતી હતી.

ગુજરાતના નેતાઓએ એરપોર્ટ પર નરેન્દ્ર મોદીના કરેલા સ્વાગત દરમિયાન PMની બોડી લેંગ્વેજ ઘણું બધું કહી જતી હતી.

    હિતેન્દ્ર બારોટ, ગાંધીનગર : સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે આજે એકતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. 31મી ડિસેમ્બરની પૂર્વ સંધ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. એરપોર્ટ ખાતે તેમના સ્વાગતમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યપ્રધાન વિજય રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા અને પ્રદેશ બીજેપી પ્રમુખ જીતુ વાઘાણી હાજર હતા. જોકે, સ્વાગત દરમિયાન વડાપ્રધાનની ગુજરાતના નેતાઓ પ્રત્યેની પેટાચૂંટણીમાં થયેલી હાર બાબતે નારાજગી જોઈ શકાતી હતી. વડાપ્રધાને સ્વાગત દરમિયાન પ્રદેશ બીજેપી પ્રમુખ જીતુ વાઘાણી સામે જોવાનું ટાળ્યું હતું.

    લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકો પર બીજેપીની ભવ્ય જીત થઈ હતી. આ દરમિયાન બીજેપીના ચાર એમએલએ લોકસભામાં ચૂંટાયા હતા. જેથી થરાદ ,ખેરાલુ ,અમરાઈવાડી અને લુણાવાડા બેઠક ખાલી પડી હતી. જ્યારે કોંગ્રેસમાંથી અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા MLA પદેથી રાજીનામું આપી બીજેપીમાં જોડાતા આ બેઠકો ખાલી પડી હતી. જે બાદમાં છ બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં બીજેપીને ત્રણ અને કૉંગ્રેસને ત્રણ બેઠક મળી હતી.

    પીએમનું સ્વાગત કરતા ગુજરાત બીજેપી પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી


    પેટા ચૂંટણીના પરિણામોથી બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જોડીને મોટો ઝટકો લાગ્યો હતો. આ બંને નેતાઓ ગુજરાતમાં કૉંગ્રેસ સતત નબળી પડે તે માટે પ્રયાસો કરી રહ્યા છે. તેમજ તેમના નેતાઓને બીજેપીમાં સમાવી રહ્યા છે. આ વચ્ચે ગુજરાત બીજેપીના કેટલાક નેતાઓ તેમના રાજકીય ઓપરેશનને અંગત સ્વાર્થ માટે પંક્ચર પાડી રહ્યા છે. આજ કારણે મોદી-શાહની જોડીને મોટો ઝટકો લાગ્યો છે.

    અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને હરાવવામાં બીજેપીના કેટલાક નેતાઓ તેમજ રાજ્ય સરકારના પ્રધાનોનો દોરી સંચાર હોવાનું પણ સૂત્રો કહી રહ્યા છે. આ પ્રકારના અહેવાલો મોદી અને શાહની જોડીને પ્રાપ્ત થયા હોવાનું સૂત્રો કહી રહ્યા છે.આ બંને નેતાઓના ગુજરાત પ્રવાસ દરમિયાન આ તમામ બાબતો બહાર આવી છે.

    આ પણ વાંચો :  PM મોદીએ હીરા બાના નવા વર્ષના આશીર્વાદ લીધા, માતાએ મો મીઠું કરાવ્યું

    ગુજરાતના નેતાઓએ એરપોર્ટ પર નરેન્દ્ર મોદીના કરેલા સ્વાગત દરમિયાન તેમની બોડી લેંગ્વેજ ઘણું બધું કહી જતી હતી. પીએમ મોદીએ પ્રદેશ બીજેપીના નેતા અને રાજ્ય સરકારના પ્રધાનો તરફ જોવાને બદલે મોઢું ફેરવી લીધું હતું. આ વાત ઘણું બધું કહી જાય છે.

    સૂત્રોના કહેવા પ્રમાણે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પેટા ચૂંટણીના પરિણામો અંગે પ્રદેશ બીજેપીના પ્રમુખ જીતુ વાઘાણી અને રાજ્ય સરકારના પ્રધાન સાથે ગાંધીનગર સર્કિટ હાઉસમાં બેઠક યોજીને ઉધડો લીધો હતો. આગામી સમયમાં આ બંને નેતાઓની નારાજગી ગુજરાત બીજેપી અને સરકારમાં મોટી ઉથલપાથલ કરાવે તો નવાઈ નહી!

    આ પણ વાંચો : સરદાર પટેલ જન્મ જયંતીની રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે  ઉજવણી કરાશે 
    First published:

    આગામી સમાચાર