દીપક પટેલ, નર્મદા : સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે પ્રવાસીઓને આકર્ષવા માટે અવનવા પ્રોજેકટ બની રહ્યા છે. આ પ્રોજેક્ટોનું લોકાર્પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓટોમ્બરના રોજ કરવાના છે. આ અકર્ષણોમાં પ્રવાસીઓ માટે એક અનોખું આકર્ષણ ધરાવતું ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક છે. આ પાર્કમાં બાળકોને જંક ફૂડ સામે રક્ષણ મળે એ માટેની માહિતી પણ મળશે. એટલું જ નહીં ફૂડ ઝોનમાં વસ્તુઓ પણ મળશે.
આમ તો દેશમાં અનેક ચિલ્ડ્રન પાર્ક છે પરંતુ કેવડિયા ખાતેના પાર્કની વિશેષતા ખાસ છે. આ પાર્ક ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક તરીકે ઓળખાશે. ન્યુટ્રિશ પાર્ક એટલા માટે કે આ ચિલ્ડ્રન પાર્કમાં આવનાર પ્રવાસીઓને પોતાના બાળકોને કેવો પૌષ્ટિક આહાર આપવો જોઈએ અને કયો આહાર બાળકોની તંદુરસ્તી માટે પોષણયુક્ત છે તે દરેક બાબતોની જાણકારી મળશે. આવી જાણકારી આપતું દેશનું એક માત્ર ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક કેવડિયામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે આકાર પામી રહ્યું છે.
આ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કમાં એક ટોય ટ્રેન પણ છે. આ ટ્રેન બાળકોને પાર્કમાં અલગ અલગ સ્ટેશને લઇ જશે. અહીં ન્યુટ્રિશનની શું વેલ્યૂ છે? કયો ખોરાક બાળકોના પોષણ માટે ઉત્તમ ગણાય છે? કયો ખોરાક ખાવાથી બાળકોની હેલ્થ સારી રહે છે સહિતની માહિતી આપવામાં આવશે. આ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કમાં અલગ અલગ સ્ટેશન હશે.
1) ફલ સખમ ગ્રોઅમ : જેમાં ફળોની વિશેષતા અને તેમાં રહેલા પૌષ્ટિક તત્વો વિશે માહિતી આપવામાં આવશે 2) પાયો નગરી : જેમાં દૂધની વિશેષતા વિશે જણાવવામાં આવશે, સાથે બાળકો ટોય ટ્રેનમાં બેસીને એક ટનલમાંથી પસાર થશે જે બાળકોને એક અલગ અનુભવ કરાવશે. 3) અન્નપૂર્ણા : ઘરના ખાવામાં શું વિશેષથા હોય છે તે સમજાવવામાં આવશે. 4) પોષણ પૂરમ : અહીં બદામ, કાજુ, કિસમિસ, જેવા ડ્રાઇફૂડમાંથી શું ન્યુટ્રીશન મળે છે તથા પાણીની શું વેલ્યૂ છે? આપણા જીવનમાં એનાથી શું પોષણ મળે છે તે સમજાવવામાં આવશે.
સાથે જ અહીં એક ભૂલ ભૂલઈયા પણ હશે. જેમાં અલગ અલગ આરિસા લાગેલા હશે. અહીં બાળકોને ખૂબ જ મનોરંજન પ્રાપ્ત થશે. આ સિવાય ભૂલ ભૂલઈયા સિનેમા પણ હશે. અહીં એક વીડિયોમાં વીડિયો દ્વારા બતાવવામાં આવશે કે આખા ભારત દેશમાં કેવા પ્રકારની વાનગી હોય છે અને એ દરેક વાનગીમાં શું પોષ્ટિકતા રહેલી છે. દરેક વાનગીઓ વિશે વિસ્તારમાં જણાવવામાં આવશે.
સાથે અહીં એક ગેમ ઝોન પણ હશે જેમાં બાળકો અલગ અલગ પ્રકારની ગેમ રમી આનંદ મેળવી શકશે. અહીં એક ન્યૂટ્રી હન્ટ હશે, જેમાં મધર કેર રૂમ, ગેમઝોન પણ હશે. જેમાં નવજાત શીશુને લઈને આવેલી માતાઓ સ્તનપાન પણ કરાવી શકશે. ચિલ્ડ્રન ન્યૂટ્રિશિયન પાર્કમાં 'ફિટ ઇન્ડિયા સ્વસ્થ ભારત' પણ હશે, જેમાં બાળકો વર્ચ્યુલ ક્રિકેટ, વર્ચ્યુલ ટેનિસ, જેવી અનેક ગેમ્સ રમી શકશે. બાળકો આ બધુ વસ્તુઓની મજા તેમજ ન્યૂટ્રિશિયન વિશેની માહિતી ટોય ટ્રેનની સફર કરતાં કરતાં મેળવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર