ન્યૂઝ18ગુજરાતી : આજે સરદાર વલ્લભભાઇ પટેલની 144મી જન્મ જયંતિ નિમિત્તે આજે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીનાં ભાગરૂપે પીએમ નરેન્દ્ર મોદી વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણને આજે એક વર્ષ પૂર્ણ થયું છે, જેની ઉજવણી માટે પીએમ મોદી આજે કેવડિયામાં પહોચ્યા છે. પીએમ મોદી સૌથી પહેલા સરદાર વલ્લભભાઇ પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. જે બાદ પીએમ મોદીએ દેશવાસીઓને રાષ્ટ્રીય એકતાનાં શપથ લેવડાવ્યાં હતાં.
પીએમ મોદીએ પોતાનો જમણો હાથ આગળ કરીને રાષ્ટ્રીય એકતાનાં શપથ લેવડાતા કહ્યું કે, ' હું સત્યનિષ્ઠા સાથે શપશ લઉ છું કે રાષ્ટ્રની એકતા, અખંડતા અને સુરક્ષા માટે સ્વયંને સમર્પિત કરીશ. દેશવાસીઓ વચ્ચે આ સંદેશ ફેલાવવાનો હું મારાથી બનતો પ્રયત્ન કરીશ. હું આ શપથ દેશની એકતાની ભાવના સાથે લઇ રહ્યો છું. જેને સરદાર વલ્લભભાઇ પટેલ તેમની દૂરદર્શિતા અને કાર્યો દ્વારા સંભવ બનાવ્યો છે. હું મારા દેશની આંતરિક સુરક્ષા સુરક્ષિત કરવા માટે મારો યોગદાન કરવાનો સત્યનિષ્ઠાથી સંકલ્પ કરૂં છું.'
ત્યારબાદ તેઓ પરેડ ગ્રાઉન્ડમાં માર્ચ પોસ્ટ, પોલીસ મેમોરિયલ મોમેન્ટો અને પ્રદર્શનને ખુલ્લું મૂકશે. પીએમ મોદી પોલીસ અધિકારીઓને અને લોકોને સંબોધન કરશે. જે બાદ પ્રોબેશનરી સનદી આધિકારીઓને સંબોધન કરશે અને વિવધ પ્રકલ્પોની મુલાકાત અને ઉદ્ઘાટન પણ કરશે. વડાપ્રધાન સાંજે 5 વાગ્યા સુધી કેવડિયામાં રોકાશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર