Home /News /samachar /

જલ્દી ભારત આવવા માંગે છે બ્રિટનના પીએમ બોરિસ જોન્સન, PM મોદીએ ગણતંત્ર દિવસ પરેડ માટે આપ્યું આમંત્રણ

જલ્દી ભારત આવવા માંગે છે બ્રિટનના પીએમ બોરિસ જોન્સન, PM મોદીએ ગણતંત્ર દિવસ પરેડ માટે આપ્યું આમંત્રણ

ગણતંત્ર દિવસ પરેડમાં અંતિમ બ્રિટીશ પ્રધાનમંત્રી તરીકે જોન મેજર 1993માં આવ્યા હતા

ગણતંત્ર દિવસ પરેડમાં અંતિમ બ્રિટીશ પ્રધાનમંત્રી તરીકે જોન મેજર 1993માં આવ્યા હતા

  નવી દિલ્હી : બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોન્સન 2021 (Britain PM Boris Johnson)ગણતંત્ર દિવસ (Republic Day)પર મુખ્ય અતિથિ હોઈ શકે છે. હિન્દુસ્તાન ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi)27 નવેમ્બરે ટેલિફોન પર વાતચીત દરમિયાન તેમને ઔપચારિક આમંત્રિત કર્યા છે. જોન્સને પોતાની તરફથી પીએમ મોદીને આગામી વર્ષે બ્રિટનમાં (Britain) G-7 શિખર સંમેલન (G-7 Summit)માટે આમંત્રિત કર્યા છે. સૂત્રોએ આ જાણકારી આપી છે. આ રિપોર્ટ પર બ્રિટીશ હાઇકમિશનના પ્રવક્તાએ ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યું કે હાલ આને લઈને કોઈ પ્રકારની પૃષ્ટિ કરી શકીએ નહીં. જોકે બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જોન્સન જલ્દીથી જલ્દી ભારત આવવા માટે ઇચ્છુક છે.

  ગણતંત્ર દિવસ પરેડમાં અંતિમ બ્રિટીશ પ્રધાનમંત્રી તરીકે જોન મેજર 1993માં આવ્યા હતા. જોકે નવી દિલ્હીએ હાલ આ મુદ્દે કશું કહ્યું નથી. રાજનયિકોને લાગે છે કે આ પીએમ મોદીની એક વિચારેલી રાજનીતિ છે. જેથી બ્રિટનના સમકક્ષ જો બાઈડન પ્રશાસનવાળા અમેરિકાના ભારત સાથે સંબંધોને લઈને અસહજ ના થઈ શકે. 27 નવેમ્બરે પોતાના ટ્વિટમાં પીએમ મોદીએ કહ્યું હતું કે આગામી દશકમાં ભારત-બ્રિટન સંબંધોને લઈને મહત્વકાંક્ષી રોડ મેપ પર પોતાના મિત્ર યૂકેના પ્રધાનમંત્રી બોરિસ જોન્સન સાથે એક ઉત્કૃષ્ટ ચર્ચા કરી.

  આ પણ વાંચો - બ્રિટને Pfizer-BioNTechની કોવિડ વેક્સીનને મંજૂરી આપી, આવતા સપ્તાહથી ડોઝ આપવાની શરૂઆત

  પીએમ જોન્સને રજુ કરી હતી ઓફર

  બ્રિટનમાં આ મામલાથી પરિચિત લોકોએ કહ્યું કે બંને પ્રધાનમંત્રીઓ વચ્ચે વાતચીત ઘણી સકારાત્મક હતી. વિશેષ રૂપથી પીએમ જોન્સને ભારત સાથે એક મુક્ત વેપાર સમજુતીની ઓફર કરી અને જલવાયું પરિવર્તનના મુદ્દા પર સહયોગ મજબૂત કર્યો. બંને નેતાઓએ ભાગીદારીને વધારે મજબૂત કરવા અને કોવિડ-19 પ્રતિક્રિયાને મજબૂત કરવાની રીત પર ચર્ચા કરી હતી.
  First published:

  આગામી સમાચાર