Home /News /samachar /

હિંસાથી સમાધાન શોધી રહેલા લોકોને અપીલ છે કે તે પાછા ફરે : PM મોદી

હિંસાથી સમાધાન શોધી રહેલા લોકોને અપીલ છે કે તે પાછા ફરે : PM મોદી

ગણતંત્ર દિવસ સમારોહ હોવાના કારણે આ વખતે સમયમાં ફેરફાર કરતા સવારે 11 કલાકને બદલે સાંજે 6 કલાકે PM મોદીએ ‘મન કી બાત’કરી

ગણતંત્ર દિવસ સમારોહ હોવાના કારણે આ વખતે સમયમાં ફેરફાર કરતા સવારે 11 કલાકને બદલે સાંજે 6 કલાકે PM મોદીએ ‘મન કી બાત’કરી

  નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે ‘મન કી બાત’ કરી હતી. ગણતંત્ર દિવસ સમારોહ હોવાના કારણે આ વખતે સમયમાં ફેરફાર કરતા સવારે 11 કલાકને બદલે સાંજે 6 કલાકે ‘મન કી બાત’કરી હતી.

  પીએમ મોદીએ કહ્યું હતું કે મારા પ્યારા દેશવાસીઓ આજે 26 જાન્યુઆરી છે. ગણતંત્ર દિવસની શુભકામનાઓ. આ વર્ષ અને દશકનો આ પ્રથમ કાર્યક્રમ છે. આજે ગણતંત્રના કારણે સમય બદલવો પડ્યો. દિવસ બદલાય છે. વર્ષ બદલાય છે પણ ભારતના લોકોનો ઉત્સાહ, અમે પણ કમ નથી, અમે પણ કરી શકીએ છીએ, દેશ માટે કાંઈક કરવાની ભાવના મજબૂત થતી જાય છે. મન કી બાત લર્નિંગ, શેરિંગનું સારું પ્લેટફોર્મ બની ગયું છે.

  પીએમ મોદીએ કહ્યું હતું કે દર વર્ષે ખેલો ઇન્ડિયામાં ખેલાડીઓની સંખ્યા વધી રહી છે. 2018માં 3500 બાળકોએ ભાગ લીધો હતો. હવે તેમાં ડબલ બાળકો ભાગ લઈ રહ્યા છે. હું બધા ખેલાડીઓના ઉજ્જવળ ભવિષ્યની પ્રાર્થના કરું છું અને તેમના માતા-પિતાને ધન્યવાદ આપું છું કે તેમણે બાળકોના રસમાં ગરીબીને આડે આવવા દીધી નથી. 22 ફેબ્રુઆરીએ કટકમાં ખેલો ઇન્ડિયા યૂનિવર્સિટી ગેમ થશે. જેમાં 3000થી વધારે ખેલાડી ક્વોલિફાય કરી ચૂક્યા છે.

  આ પણ વાંચો - મોરારિ બાપુએ કહ્યું - અમિત શાહ હિંમતપૂર્વક નિર્ણય લે છે જે સરદારની યાદ અપાવે છે

  પીએમે કહ્યું હતું કે 2 સપ્તાહ પહેલા જ્યારે દેશ તહેવાર મનાવી રહ્યો હતો તો દિલ્હી એક ઐતિહાસિક સમજુતીનું સાક્ષી બન્યું છે. આ સમજુતી બ્રૂરિયાંગની હતી. બ્રૂરિયાંગ સમુદાયના લોકો 23 વર્ષથી શરણાર્થીઓ જેવું જીવન પસાર કરતા હતા. આ સમજુતી મિઝોરમ અને ત્રિપુરા રાજ્યોની જનતા અને સરકારોના પ્રયત્નથી સંભવ થઈ શકી છે. 1997માં જાતીય સંઘર્ષના કારણે બ્રૂ જનજાતિયને મિઝોરમમાંથી નિકળવું પડ્યું હતું. તેમને ત્રિપુરામાં કેમ્પોમાં રાખવામાં આવ્યા હતા. કેમ્પોમાં રાખવાથી તેમને પ્રાથમિક સુવિધાથી વંચિત થવું પડ્યું હતું. 23 વર્ષ સુધી કેમ્પોમાં મુશ્કેલ પરિસ્થિતિઓમાં જીવન વિતાવ્યું હતું. આટલા કષ્ટ છતા તેમનો વિશ્વાસ ભારતીય સંવિધાન યથાવત્ રહ્યો હતો. હવે તેમની બધી પરિસ્થિતિ દૂર થઈ જશે. 23 વર્ષ પછી તે આઝાદ થઈને જીવન વિતાવશે. આ લોકોને ત્રિપુરામાં વસાવવામાં આવશે. આ માટે 600 કરોડ રુપિયાની મદદ આપવામાં આવશે. તેમને જમીન અને ઘર આપવામાં આવશે. તે સરકારી યોજનાઓનો લાભ ઉઠાવી શકશે.

  પીએમ મોદીએ કહ્યું હતું કે આસમમાં 8 મિલિટેંટ ગ્રૂપ્સે સરેંડર કર્યું અને તે હિંસાનો રસ્તો છોડી પાછા ફર્યા છે. દેશમાં કોઈ પણ ખુણામાં હિંસાથી સમાધાન શોધી રહેલા લોકોને અપીલ છે કે તે પાછા ફરે.

  પીએમે કહ્યું હતું કે ગગનયાન વિશે બતાવતા આનંદ થઈ રહ્યો છે. 2022માં આઝાદીના 75 વર્ષ પુરા થવા જઈ રહ્યા છે અને તે વર્ષે અંતરિક્ષમાં માણસ મોકલવાનું સપનું સાકાર થશે. આ માટે ચાર લોકોની પસંદગી થઈ છે જે ભારતીય વાયુસેનાના સભ્ય છે. તે એક વર્ષ કરતા વધારે સમય માટે રશિયામાં રહીને ટ્રેનિંગ લેશે.
  First published:

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन